રામ મંદિરમાં દર્શન કરવા ગયેલ યુવતી ભક્તિમા એવી લિન થઈ કે પોતે પેહરેલ 2 કિલો સોનુ રામલલ્લાને અર્પણ કર્યું… જુઓ વિડીયો

આ વર્ષેની રામ નવમી અયોધ્યામાં અતિ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાઈ કારણ કે, શ્રી રામજી ટેન્ટમાં નહીં પણ ભવ્ય મંદિરમાં બિરાજમાન હતા. શ્રી રામ લલ્લા જ્યારથી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે, ત્યારથી લઇને અત્યાર સુધી અનેક ભાવિ ભક્તો શ્રી રામ લલ્લાના દર્શન કરી ચુક્યા છે તેમજ શ્રી રામ લલ્લાને અઢળક દાન અપર્ણ કર્યું છે. હાલમાં જ રામ નવમીના દિવસે એક અનોખી અને દિવ્ય ઘટના બની આઘટના વિષે જાણીને દરેકનું હૃદય રામની ભક્તિમાં લીન થઈ જશે.

ઘટના વિષે વિગતવાર માહિતી જાણીએ તો દિલ્હીની એક મહિલાએ શ્રી રામજીને દાનમાં પોતાની દરેક સોનાની વસ્તુઓ અપર્ણ કરી દીધી. ખરેખર આ ઘડી અત્યંત ભાવવિભોર હતી કારણ કે આ મહિલા શ્રી રામ સમક્ષ કોઈપણ સ્વાર્થ વિના પોતાની પાસે જે પણ કઈ હતું તે આપી દીધું, ખરેખર આ એક ખુશીની વાત કહેવાય કે આજના સમયમાં લોકો ભગવાન પ્રત્યે આટલી અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ મહિલા એક કિલો સોનાની ઈંટ લઈને મંદિર પહોંચી હતી. રામલલાના ચરણોમાં પ્રણામ કર્યા પછી, તેઓ ભાવુક થઈ ગયા અને ભગવાનને ઈંટ અર્પણ કરી. એટલું જ નહીં, તેણે પહેરેલી સોનાની ચેન અને વીંટી અને કંગન પણ કાઢી નાખ્યા અને રામલલાને અર્પણ કરી દીધી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, જે અતૂટ ભક્તિનું પ્રતીક હતા.

આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા.આ દ્રશ્ય જોઈને એટલું જરૂરથી સમજાય કે, ભક્તિમાં ધનની આસક્તિ નથી, પરંતુ ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ છે. આ એવી અનુભૂતિ છે જ્યાં આપણે આપણું બધું ભગવાનને અર્પણ કરીએ છીએ, અને બદલામાં અપાર શાંતિ અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરીએ છીએ. આ મહિલાએ કરેલ દાન આપણને ભગવાન રામ માટે અપાર પ્રેમ રાખવા અને તેમના માર્ગ પર ચાલવાનો સંદેશ પણ આપે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Aabhas Agarwal BJP (@aabhasbjp)

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *