દ્વારકાના સુદર્શન સેતુ નજીક લોકોને પાણીમાં એવું જીવ દેખાયું કે વિડીયો જોઈ લોકો બોલ્યા “જય દ્વારકાધીશ.. જુઓ એવુ તો શું છે

ગુજરાતનું સૌથી પવિત્ર ધામ એટલે દ્વારકા નગરી અને દ્વારકાના જગત મંદિરમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશનું નિવાસ સ્થાન એટલે બેટ દ્વારકા. હાલમાં જ બેટ દ્વારકામાં સુદર્શન સેતુ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, જેથી હવે સૌ કોઈ યાત્રાળુઓ સરળતાથી હવે બેટ દ્વારકા પહોંચી શકે છે. સુદર્શન સેતુ માત્ર એક બ્રિજ નથી પરંતુ સૌ કોઈ યાત્રાળુઓ માટે ફરવાલાયક જગ્યા બની ગયું છે.

સુદર્શન સેતુ પરથી તમે બેટ દ્વારકાના સમુદ્રની સુંદરતા નિહાળી શકો છો, બેટ દ્વારકાનો સમુદ્ર એકદમ શાંત અને બ્લુરંગનો છે, જે મનને મોહી લે છે. હાલમાં જ બેટ દ્વારકાના સમુદ્રના કિનારામાં એક એવું જીવ જોવા મળ્યું જે સૌથી બુદ્ધિશાળી અને સુંદર હોય છે. આ જીવ ગુજરાતમાં માત્ર એક બેટ દ્વારકામાં જોવા મળે છે. આ દરિયાઈ જીવને નિહાળી સૌ કોઈ શ્રી દ્વારકાધીશનો જય જય કાર બોલાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ સુદર્શન સેતુ પરથી બેટ દ્વારકાના સમુદ્રમાં ડોલ્ફિન જોવા મળી હતી. આ ડોલ્ફિનને નિહાળી સૌ કોઈ યાત્રાળુઓ ખુબ જ અદભુત અનુભવ કર્યો તેમજ સૌથી ખાસ વાત એ કે ડોલ્ફિન ને નિહાળવી એ ભાગ્યની વાત છે પણ હવે સુદર્શન સેતુના કારણે યાત્રાળુઓને હવે ડોલ્ફિનને પણ નિહાળી શકશે.

ડોલ્ફિન એક જળચર સસ્તન પ્રાણી છે, જે નદીઓ તેમજ સમુદ્રમાં જોવા મળે છે. ડોલ્ફિનની ૪૦થી વધુ જાતો સમગ્ર વિશ્વમાં મળી આવે છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં મીઠા પાણીની ડોલ્ફિન જોવા મળી આવે છે જેને ગંગેય ડોલ્ફિન પણ કહેવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે, આપણા ગુજરાતના બેટ દ્વારકાના સમુદ્રમાં ડોલ્ફિન જોવા મળે છે, આ ડોલ્ફિનને તમે નજરે નિહાળીને રોમાંચક અનુભવ કરી શકો છો.

 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *