લગ્નની કંકોત્રીમા એવુ લખાણ લખાવ્યું કે આજે પણ ઉપયોગી થાય છે અને સાથે પ્રિ-વેડિંગ ફોટોશૂટ એવુ કરાવ્યું કે તમે જોઈને…

મિત્રો આપણે સૌએ લગ્ન ની સિઝન અનેક પ્રકાર ની વિવિધતા જોઈ પહેલા ના સમય મા અને હાલ ના સમય મા લગ્ન ની ઘણીબધી બાબતો બદલાતી જોઈ ત્યારે આજે મોર્ડન યુગ મા પ્રી વેડીંગ ફોટો શુટ અને અવનવી કંકોત્રીઓ ની ખુબ ફેશન ચાલી રહી છે ત્યારે ઘણા લોકો એવી કંકોત્રી પણ છંપાવા લાગ્યા છે જે ખરેખર લગ્ન બાદ પણ ઉપયોગી સાબિત થાય છે ત્યારે આજે એવી જ એક કંકોત્રી વિશે વાત કરીશું.

20220110 124750

થોડા સમય પહેલા એક એવી જ કંકોત્રી ના ફોટા ખુબ વાયરલ થયા હતા જે કંકોત્રી નો ઉપયોગ લગ્ન બાદ ચકલી ના માળા સ્વરુપે કરી શકાય ત્યારે અન્ય એક કંકોત્રી ની વાત કરીએ તો એક વર્ષ પહેલા યોજાયેલ લગ્ન ની કંકોત્રી ને લોકો આજે પણ ભૂલ્યા નથી. ગુજરાતના અમરેલી જિલ્લાના નાનકડા ગામ ગાધકડાના સંકેત સાવલિયાએ પોતાના લગ્ન ની અનોખી કંકોત્રી છંપાવાનુ નકકી કર્યુ. સામાન્ય રીતે કંકોત્રી લગ્ન મા ઉપયોગ થયા બાદ કચરામા જતી હોય છે. પરંતુ સંકેતે પોતાના લગ્ન ની એવી કંકોત્રી છંપાવી કે લોકો ના આજે પણ તે કંકોત્રી ઉપયોગી થઈ રહી છે.

20220110 124803

કંકોત્રી લગ્નના ખાસ પ્રસંગો ની સાથે વિવિધ સરકારી યોજનાઓ ની માહીતી પણ લખાવવામાં આવી જેથી લોકો ને ફાયદો થાય અને લોકો ને યોજના વિશે માહીતી મળી રહે. ખાસ કરી ને જો કંકોત્રીઓની વાત કરવામા આવે તો લગ્નના ખાસ પ્રસંગો અને ટહુકા નો ઉલ્લેખ કરવામા આવતો હોય છે. પરંતુ સંકેત ની લગ્ન કંકોત્રી મા દીકરીઓ મા શિક્ષણ અંગે નુ પ્રમાણ વધે તે માટે પણ લખવામાં આવ્યુ છે.

20220110 124703

અને લગ્ન બાદ કંકોત્રી નકામી થતી હોય છે અને કા તો પસ્તી મા જતી હોય છે ત્યારે આ અનીખી કંકોત્રી લોકો માટે ખુબ ઉપયોગી સાબીત થશે જેમાં ખાસ કરીને આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું, વિવિધ કાર્ડો મા સુધારા વધારા કેવી રીતે કરવાના, અવનવી સરકારી યોજના નો લાભ કેવી રીતે લેવો આવી અનેક બાબતો આ કંકોત્રી મા છપાવવા મા આવી હતી.

આ ઉપરાંત લગ્ન નુ પ્રી વેડીંગ ફોટોશુટ ની વાત કરવામા આવે તો સામાન્ય રીતે લોકો મોર્ડન ફોટો શુટ કરાવતા હોય છે ત્યારે આ બાબતે સંકેતે ગાંમડા ની દેશી સ્ટાઈલ મા પોતાનુ ફોટોશુટ કરાવ્યું અને આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરી હતી અને એક અનોખો સંદેશ આપ્યો હતો.

જો સંકેત સાવલિયાની વાત કરવામા આવે તો યુ યુવાન પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી અમદાવાદથી બી. કોમ અને એમ. કોમ કર્યું છે અને અત્યારે સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યા છે. સાથે સાથે સંકેત હાલ ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આઈ.આઈ.એમ.ની એજ્યુકેશનલ ઇનોવેશન બેંકમાં પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરી રહ્યા છે.

સંકેતનુ માનવુ છે કે જો આવુ કરવાથી લોકો ને વિવિધ યોજના ઓ વિશે માહીતી મળશે અને યોજનાનો લાભ લઈ શકશે. સંકેતના પરીવારજનો એ પણ આ બાબત નુ સમર્થન આપ્યુ હતુ અને સહકાર આપ્યો હતો. ખરેખર જો દરેક લોકો આવી કંકોત્રી છપાવે તો ખુબ લોક જાગરુતી આવી શકે છે અને લોકો કલ્યાણ થય શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *