મુકેશ અંબાણી એ 728 કરોડ રૂપિયા મા ન્યુયોર્ક મા હોટેલ ખરીદી ! જુવો અંદર ની ખાસ તસ્વીરો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ ભાઈ અંબાણી દિવસે ને દિવસે ધનિક વ્યક્તિ બની રહ્યા છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે એક વર્ષ પહેલા જ તેમણે વિદેશમાં હેરિટેજ બિલ્ડીંગ ખરીદી હતી અને ત્યારે ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ન્યૂયોર્કની પ્રિમિયમ લક્ઝરી હોટેલ મેન્ડેરિન ઓરિએન્ટલ ખરીદી હોવાની જાહેરાત કરી હતી. ત્યારે ચાલો અમે આપને જણાવોશું કે આ હોટેલની ખાસિયત શું છે?

17 20 59 12 1641723794

તમને જાણીને નવાઈ લાગશે કે, આ હહોટેલ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા કરતાંય વિશેષ છે અને સૌથી ખાસ કે આ હોટેલની કિંમત 98.15 મિલિયન ડૉલર એટલે કે 728 કરોડ રૂપિયા આ હોટલ ખરીદી છે. ન્યૂયોર્કના અતિધનાઢય એવા પ્રિસ્ટિન સેન્ટ્રલ પાર્ક નજીક કોલંબિયા સર્કલ પાસે 2003માં આ હોટેલ બનાવવામાં આવી હતી. શેર બજારને આપેલી માહિતીમાં રિલાયન્સે કોલંબસ સેન્ટ્રલ કોર્પોરેશન સાથે હોટેલને ખરીદવા માટે કરાર કર્યા હોવાની જાણકારી આપી હતી.

17 20 54 9 1641723856

ન્યૂયોર્કની મેન્ડેરિન ઓરિએન્ટલ મેન્ડેરિન ઓરિએન્ટલ, ન્યૂયોર્ક સિટીમાં કોલંબસ સર્કલ ખાતે મેનહટનના ડોઇશ બેંક સેન્ટર સ્થિત ફાઇવ-સ્ટાર હોટેલ છે. ડિસેમ્બર 2003માં શરૂ થયેલી આ હોટેલમાં 248 ગેસ્ટ રૂમ્સ અને સ્યુટ્સ ઉપરાંત હોટલ 64 અલગ રેસિડેન્સીસ આપે છે. મેન્ડરિન ઓરિએન્ટલે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. ફાઇવ ડાયમંડ હોટલમાંથી સેન્ટ્રલ પાર્ક અને હડસન નદીનો અદ્દભૂત નજારો જોવા મળે છે.

17 20 51 5 1641723830

આ હોટલનું કોઈ અલગ બિલ્ડીંગ નથી પણ ટાઇમ વોર્નર સેન્ટર નામના બિલ્ડીંગના 35 થી 54 માળ સુધી હોટલ છે અને તેના 202 ગેસ્ટરૂમ અને 46 સ્યુટ છે.250 વર્ષ જૂનું ચર્મપત્ર પણ અહીંયા છે, જેમાં સુખના સૂત્રો લખેલા છે. તે જ સમયગાળાના રાચરચીલુંમાંથી કોતરવામાં આવેલા આભૂષણોનો સંગ્રહ પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રાખવામાં આવ્યો છે. મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કના વર્તમાન જનરલ મેનેજર સુઝેન હેટજે છે જે 2013 થી કાર્યરત છે. અહીંનો સ્પા એ મેનહટનમાં માત્ર બે ફોર્બ્સ ફાઇવ-સ્ટાર સ્પામાંનો એક છે.તે હોટેલના 35મા અને 36મા માળે છે.

17 20 49 2 1641723841

આ સ્પા 14,500 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ હોટલના 64મા માળે 64 જેટલી અલગ રેસિડેન્સી છે, જે આલિશાન બંગલા જેવો અનુભવ આપે છે. આ પ્રાઈવેટ એપાર્ટમેન્ટ જ માની લો. આ એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી હાઉસ કીપિંગ, રૂમ સર્વિસ અને ફિટનેસ સેન્ટરનો સમાવેશ થાય છે. આ હોટલ હવે મુકેશ અંબાણીએ 728 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.ખરેખર આ આલીશાન હોટેલ ખૂબ જ વૈભવશાળી છે અને હાલમાં જ્યાં જુઓ ત્યાં આ જ હોટેલની જ ચર્ચાઓ થઈ રહી છે.

17 20 43 8 1641723879

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *