દ્વારકા : મંદીર નજીક હજારો શ્રધ્ધાળુઓ પાસે જ બે આખલા જંગે ચડ્યા ! અનેક શ્રધ્ધાળુઓ ઘાયલ……જુઓ વિડીઓ

તમે રોજ બરોજ અવાર નવાર એવા પ્રાણી પશુની લડાઈના વાઇરલ વિડિઓ જોતા હશો પણ આ વિડિઓ જોઈ તમે પણ ધ્રુજી ઉઠશો. આ વાઇરલ વિડિઓમાઁ બે આખલાઓ વચ્ચે ખુબજ ભયાનક લડાઈ થાય છે. જેમાં તે લડતા લડતા શ્રધ્ધાળુઓ ટોળાંમાઁ પહોંચી જાય છે ત્યારે ઘણા લોકોને ખુબજ ડર આવી ગયો અને ત્યાંથી ભાગવા લાગ્યા. આ વિડિઓ દ્વારકા માંથી સામે આવી રહ્યો છે.

IMG 20220726 092841

જેમ તમને ખબરજ છે કે ઢોર અને ઢોર વચ્ચે જયારે જયારે પણ લડાઈ થતી હોઈ છે ત્યારે તેની આસ પાસ પણ આપડે રહેવું નો જોઈએ કારણકે તેઓની લડાઇમાં આપણને પણ અડફેટે લેતા ખુબજ ઈજાઓ કરતા હોઈ છે. જેવા બનાવો ખુબજ સામે આવ્યા છે. વાત કરીએ તો ત્યારે વધુ એક દ્વારકાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની વચ્ચે બે આખલાઓ વચ્ચે યુદ્વ થતા કેટલાક લોકોને ઈજા પહોંચાડી હોવાનું જોવા મળી રહ્યું છે.

IMG 20220726 092859

વિડિઓમાઁ તમે જોઈ શકો છો કે દ્વારકામાં ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં દ્વારકાધીશની ધજા ચઢાવા જઈ રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓથી લઈને પુરૂષો જોવા મળી રહ્યા છે. જેમાં એકાએક બે આંખલા ઘૂસી આવતા થોડીક જ મિનિટમાં આતંક મચાવી દીધો હતો. અને લોકોમાઁ ખુબજ ભયનો માહોલ થવા પામ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે આખલાઓથી દૂર ભાગતા જોવા મળી રહ્યા છે. તેમજ જયારે આંખલા લડતા-લડતા ભીડની વચ્ચે ઘૂસી ગયા હતા. જેને કારણે કેટલીક મહિલાઓ ઈજા પામી હતી. જે તમે વિડિઓમાઁ જોઈ શકો છો.

IMG 20220726 092915

આ વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ફરતો થયો છે. તેમજ થોડાક દિવસો બાદ જન્માષ્ટમી આવી રહી છે. જન્માષ્ટમીના રોજ અહીંયો મેળો ભરાતો હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. આમ જો આ રખડતા ઢોરને દૂર કરવામાં નો આવ્યા તો બહારથી આવતા પ્રવાસીઓને પણ આ ઢોર ઇજા પહોંચાડી શકે છે. આમ બીજી બાજુ રખડતા ઢોરોના આતંકને પગલે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત અને ફરિયાદો કરવા છતાંતું કોઈ નિરાકરણ આવ્યું નથી.

આમ ઉલ્લેખનીય છે કે, દ્વારકા ગુજરાતનું લોકપ્રિય યાત્રાધામ છે. તેમ છતાં અહીંયા રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે. આવામાં અહીં આવનારા પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે. તેમ છતાંય નગરપાલિકા હાથપર હાથ ધરીને બેસી રહેતી જોવા મળી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *