જુઓ સૌપ્રથમ વાર ગમન ભુવાજીની પત્ની અને તેમનાં ફૂલ ફેમિલીની તસવીરો,ભાગ્યજ જોવા મળે છે

ગુજરાતી સંગીતમયની દુનિયામાં જો હાલમાં સૌથી કોઈ મોખરે કોઈ નામ હોય તો તે છે ગમન સાંથલ! આપણે જાણીએ છે કે ગમન ભુવાજી એ દિપો મા નાં પરમ ઉપાસક છે અને સાથો સાથ ગુજરાતનાં લોકપ્રિય સંગીતકાર છે. આજે આપણે તેમના જીવન વિશે ની સૌથી ખાસ વ્યક્તિ વિશે જાણીશું. હાલમાં સોશિયલ મીડિયામાં ગમન સાંથલ નાં પરિવારની તસ્વીરો જાહેર કરી છે, જેમાં ગમન સાંથલ એ પોતાની પત્ની સાથે અને પોતાના બાળકો ની તસ્વીરો શેર કરી છે, ત્યારે ખરેખર તમે જ્યારે આ તસ્વીરો જોશો ત્યારે તમે પણ ચોકી જશો.

20 15 07 7d1da0a0 998d 44dd 8ac6 484dffc911c1

ઘણા કલાકારો એવા હોય છે જેમનાં પરીવારના લોકો લાઇમ લાઈટ થી દુર રહેતા હોય છે, ત્યારે ગમન સાથલ ની પત્ની પણ સોશિયલ મીડિયામાં થી દુર રહે છે, પંરતુ ગમન સાંથલ પણ કયારેય તેમની પત્નીના તસ્વીરો પોસ્ટ નથી કરતા અને તેઓ જાહેર કાર્યક્રમમાં સાથે ભાગ્યે જ જોવા મળે છે.હાલમાં ત્યારે પોતાના લગ્નની તસ્વીરો થી લઈને તેમના બાળકો સુધી ની તમામ તસ્વીરો અપલોડ કરી છે, ત્યારે ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે હાલમાં જ્યાં જુઓ ત્યાં આ તસ્વીરો ની ચર્ચાઓ થઈ રહી છે.

20 14 49 41445237 fe19 4945 a43c 121565a3a07d

ગમનના ભુવાજી અંગત જીવન પર નજર કરીએ તો ગમનજી ધોરણ 10 મા નપાસ છતા ના હાર્યા હિંમત અને અમદાવાદમાં મામૂલી પગારે કરી નોકરી કરી અને આજે અથાગ પરિશ્રમ થકી જીવનમાં તેઓ આગળ વધ્યા છે.લએક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.

20 14 38 d6a979d7 4bd8 4d04 a1a6 8437dcf138c3

એક સમયે ઘરની પરિસ્થિતિ ઘણી સારી હતી. પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો.ગમન ભણવામાં પણ હોશિયાર હતા.તેમના માતા-પિતાની ઇચ્છા હતી કે તે કંઇક બને.પરંતુ અચાનક સમયે પલટો માર્યો.પશુપાલનના વ્યવસાયમાં પિતાને દેવું થઇ ગયું.જેના કારણે ઘરની સ્થિતિ કથળી. ગમનને ભણાવવા પણ મુશ્કેલ હતા.

20 15 04 62ff0430 cd5a 4fb3 938c a24dd6d28418

અમદાવાદ જેવા શહેરમાં રહેવું કપરું હોય ગમન પરિવાર સાથે પોતાના ગામ સાંથલ આવી ગયા.આમ તો રબારીના દિકરાને રેગડી ગાતા આવડતી જ હોય પરંતુ ગમને તેને સારી રીતે ગાવાનું શીખવાની શરૂઆત કરી.ધીરે-ધીરે રેગડી પર પકડ આવતા તેમણે ગામડે-ગામડે જઇને રેગડી ગાવાની શરૂઆત કરી.બાદમાં ગરબા શીખ્યા અને આજે ગુજરાતના ગાયકોનું એક જાણીતું નામ બની ગયા. આ રીતે ગમન સાંથલ બન્યા ગમન ભુવાજી.

20 14 42 ddd214c8 2597 4132 873f dd400d9a951e

ગમનના મોસાળમાં દિપેશ્વરી માતાજીનું મંદિર છે. મોસાળમાં તેની સાર-સંભાળ રાખનારું કે પૂજા કરનારું કોઇ ન હતું. તેવામાં તેમને થયું કે મારે માતાજીની સેવા કરવી જોઇએ અને પૂજા કરવી જોઇએ.ધીરે-ધીરે માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી. ગમનની ઉંમર ઘણી નાની હતી ત્યારે માતાજીની જાતરમાં તે રેગડી ગાવા જતા હતા.ગમનને રેગડી ગાતા જોઇને તેમના ગામે વિચાર્યું કે આપણે તેને બેસાડીએ અને જોઇએ કે દિપેશ્વરી માતાજી પ્રગટ થાય છે કે નહીં.ગમનજઈને બેસાડવામાં આવતા જ માતાજી આવ્યા અને.બસ ત્યારથી ગમન સાંથલ દિપા માનાં ભુવાજી બન્યા.

20 14 58 12193640 758872344222747 5383302303608717494 n

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *