જેઠાણીને સંતાન ન હતું તો દેરાણીએ જે કર્યું તે જાણીને તમે વખાણ કરતાં-કરતાં થાકી જશો

જગતમાં મા થી મોટું કંઈ નથી! હા એ પણ સત્ય છે કે, મા ને તેના દિકરા થી વિશેષ પણ કંઈ હોતું નથી. આજે આપણે એક એવી ઘટના વિશે સાંભળીશું કે તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે એક જેઠાણીને કંઈ સંતાન ન હોવાને લીધે દેરાણી જે કામ કર્યું એ જાણીને તમે ચોંકી જશો અને વિચાર શો કે કોઈ આવું કેમ કરી શકે?

વાજીયા મેળું સૌથી મોટું દુઃખ હોય છે, આ દુઃખ જેને હોય એજ જાણે. હાલમાં જ પાલનપુર તાલુકાના જગાણા ગામમાં એક પરિવારમાં જેઠાણીને સંતાન ન હોવાથી દેરાણીએ પોતાના જોડીયા જન્મેલા સંતાનોમાંથી એક પળનો પણ વિચાર કર્યાં વગર જ પોતાના દિકરાને હોસ્પિટલમાંથી જેઠાણીને ગોદ આપી માનવતાનું અને પારિવારીક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ખરેખર આ વાત ગામમાં ફેલાતા સૌ કોઈ આ દેરાણીને વખાણ કરી રહ્યાં હતાં. ખરેખર આ ઘટના 12 વર્ષ પહેલા બની હતી.

દીકરા માટે તો માનતા મનાતી હોય છે પરંતુ પાલનપુરમાં એક દેરાણીએ પોતાની જેઠાણીને પુત્ર દત્તક આપી પારીવારી ભાવનાનું ઉત્તમ ઉદારણ પુરૂ પાડ્યુ છે.દેરાણી જયાબેન પરમારને ત્યાં 2009માં દિકરી અને દિકરા જોડીયા બાળકોનો જન્મ થયો હતો. જેથી જરા પણ અચકાયા વગર જેઠાણીને દવાખાનામાંથી પોતાને અવતરેલા પુત્રને પોતાની જેઠાણીને ગોદ આપી પારીવારીક ભાવનાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.તે બાળક ત્યારે અંદાજીત 12 વર્ષનું થયુ છે.પરંતુ તે સમયે બંધાયેલા સબંધો આજેપણ અટુત છે અને થોડાક સમય બાદ દેરાણીને ત્યાં વધુ એક પુત્રનો જન્મ થયો. આજે આ પરિવાર ખુશી થી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *