રામજીના અનોખા ભક્ત! 64 વર્ષના શાસ્ત્રીજી પગપાળા અયોધ્યા જઈ રહ્યા છે, રામજીને અપર્ણ કરશે 64 લાખની આ કિંમતી ભેટ….

શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે એ ભારત સહિત દેશ-વિદેશમાં વસતા હિંદુઓ દ્વારા અનેક પ્રકારની ધાર્મિક પ્રવુતિઓ કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમે એક એવા ભક્ત વિષે વાત કરીશું જેઓ પગપાળા અયોધ્યા જઈ રહ્યા છે. ચાલો અને આપને આ પરમ રામ ભક્ત વિષે માહિતગાર કરીએ કે આખરે આ કોણ છે અને શા માટે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે.

શ્રી રામ પ્રત્યે સૌ કોઈ લોકો પોતાની અતૂટ ભક્તિનું પ્રમાણ આપી રહ્યા છે , ત્યારે હાલમાં જ હૈદરાબાદના 64 વર્ષના ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીની અતૂટ ભક્તિના સૌ કોઈને દર્શન થયા છે, તેઓ પોતાના માથે સુવર્ણ ચરણ પાદુકાને લઈને અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છે. તમને જાણીને આશ્ચય થશે કેઆ ચરણ પાદુકાઓ સોનાથી મઢેલી છે. તેની કિંમત લગભગ 64 લાખ રૂપિયા છે.

ભગવાન શ્રી રામ પણ તેમના વનવાસ દરમિયાન આ માર્ગ પરથી પસાર થયા હતા એ જ માર્ગે શાસ્ત્રી ચાલીને અયોધ્યા તરફ જશે. તેમણે 20મી જુલાઈના રોજ પોતાની યાત્રા શરૂ કરી હતી. અયોધ્યામાં યાત્રા પૂર્ણ થયા બાદ પંચધાતુથી બનેલી સોનાની ચરણ પાદુકા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપશે.

શાસ્ત્રીજીએ કહ્યું કે, મારા પિતાએ અયોધ્યામાં કાર સેવા કરી હતી તેમની ઈચ્છા હતી કે અયોધ્યામાં રામ મંદિર બને. પોતાના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા આ યાત્રા કરી રહ્યા છે.શાસ્ત્રી અયોધ્યા ભાગ્યનગર સીતારામ ફાઉન્ડેશનના સ્થાપક પણ છે. સૌ કોઈ તેમની આ અતૂટ ભક્તિને વંદન કરી રહ્યા છે, કારણ કે આ દિવ્ય ભક્તિ દ્વારા સૌ કોઈને શ્રી રામજીના ચરણ પાદુકાના પણ દર્શનનો લ્હાવો પ્રાપ્ત થઇ રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *