કળિયુગના શબરી બન્યા સરસ્વતી દેવી! રામ મંદિર માટે 30 વર્ષથી લીધેલ છે આકરી ટેવ, જાણીને વંદન કરશો….

રામ મંદિરનું સપનું સાકાર થઇ રહ્યું છે, ત્યારે જગતના દરેક લોકોની લાગણી દરિયાથી પણ અતુલ્ય વહી રહી છે. આપણે જાણીએ છે કે, પ્રભુ શ્રી રામની સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે રામનું આગમન પરમ સુખકારી છે. આ રામ આગમનની સાથે અનેક લોકોની માનતાઓ પણ પુરી થશે કારણ કે રામ મંદિર માટે અનેક લોકોએ ટેક લીધી હશે જે હવે પુરી થશે.

શબરીની ભક્તિ જેવી જ ભારતના સરસ્વતી દેવીની ભક્તિને વંદન કરશો. તમને જાણીને નવાઈ લાગશે કે 85 વર્ષના સરસ્વતી દેવીએ લગભગ 30 વર્ષથી તેમણે મૌનવ્રત ધારણ કર્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાના અભિષેક સાથે તેમનો સંકલ્પ પણ પૂર્ણ થશે. તે રામલલાના ચરણોમાં જ રામના નામથી જ તેમનું વ્રત તોડવામાં આવશે.

વર્ષ 1992 સરસ્વતી દેવી અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસને મળ્યા હતા અને તેમના કહેવાથી કામતાનાથ પર્વતની પરિક્રમા માટે ચિત્રકૂટ ગયા અને ત્યાં તેમણે દૂધના ગ્લાસ પી કલ્પવાસમાં સાડા સાત મહિના ગાળ્યા અને દરરોજ કામતાનાથ પર્વતની 14 કિલોમીટરની પરિક્રમા કરી. પરિક્રમા પછી અયોધ્યા પરત ફરતી વખતે, 6 ડિસેમ્બર 1992ના રોજ, સ્વામી નૃત્ય ગોપાલ દાસના કહેવાથી, તેમણે મૌનવ્રત લીધું હતું આખરે હવે તેમનું વ્રત શ્રી રામ નામ થકી પૂરું થશે .

શ્રી રામ મંદિર તરફથી સરસ્વતી દેવીને આમંત્રણ મળ્યું છે, જેથી તેઓ અયોધ્યા જશે અને પ્રભુ શ્રી રામના દર્શન કરીને પોતાના જીવનને સાર્થક બનાવશે. સરસ્વતી દેવીના અંગત જીવન વિષે જાણીએ તો તેમણે ધનબાદના ભોનરામાં રહેતા દેવકીનંદન અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, તે અભણ હોવાથી તેમના પતિએ તેમને વાંચતા અને લખતા શીખવ્યું હતું. તેમના પતિનું લગભગ 35 વર્ષ પહેલા જ અવસાન થઇ ગયું હતુ અને પતિના ,મુત્યુબાદ પોતાના સંતાનોનો ઉછેર કર્યો અને રામ ભક્તિ સાથે અતૂટ જોડાયેલા રહયા,

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *