દાદાના રોકાણે પૌત્રને ધનવાન બનાવી દીધો! ૩૦ વર્ષ પહેલા દાદાએ ખરીદેલા ૫૦૦ શેર પૌત્રને મળતા લાગ્યો જેકપોટ, હવે એક શેર આટલા બધા રૂપિયાનો…

આપણે ત્યાં કહેવાયને કે, નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. એક વાત યાદ રાખજો કે, બચત એ ભવિષ્યમાં તમને ધનવાન બનાવી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક દાદાની વાહ વાહ થઇ રહી છે, કારણ કે આજથી 30 વર્ષ પહેલા તેમણે ખરીદેલા એસ.બી.આઈના શેર 500 શેરની કિંમત આજે બમણી થઇ ગઈ છે. તમે કલ્પના પણ ન કરી શકો એવી આ ઘટના છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ છે.

આપણે ત્યાં એવી લોક વાયકાઓ છે કે. આપણા વડવાઓએ પોતાની દોલત જમીનમાં દાટેલી હોય છે, ભગવાન કરે કે, આપણને તે માયા મળી જાય. આજના સમયમાં એવી માયા તો ન મળે પરંતુ જો તમારા દાદા કે પરદાદાએ કોઈ સંપત્તિ ખરીદી હોય તો એ તમને ધનવાન જરૂર બનાવી શકે છે. હાલમાં જ ચંદીગઢના બાળ રોગના ડોક્ટર ડો. તન્મય મોતીવાલાને 30વર્ષ જૂનું એક દસ્તાવેજ મળી આવ્યું. આ દસ્તાવેજ તેમના હાથમાં આવતા જ તેઓ લખપતિ બની ગયા. આજે તેમના દાદા તો હયાત નથી પરંતુ તેમણે બચાવેલ શેર આજે તેમના પૌત્ર માટે લાભદાયી બન્યા છે.

ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ. ડો. તન્મય મોતીવાલાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, તેઓ પોતાના પરિવારના નાણકીય દસ્તાવેજ વ્યવસ્થિત કરી રહ્યા હતા ત્યારે તેમને ભારતીય સ્ટેટ બેન્કનું એક શેર સર્ટિફિકેટ મળ્યું. આ સર્ટિફિકેટ જોયા બાદ તન્મયને ખબર પડી કે તેમના દાદાએ 1994માં 500 રૂપિયાના એસબીઆઈના શેર ખરીદ્યા હતા. દાદાએ આ શેર ક્યારેય વેચ્યા નહીં અને તેના વિશે જણાવવાનું ભૂલી ગયા.

30 વર્ષના સમયમાં એસબીઆઈના સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું અને તન્મય મોતીવાલાની પાસે પડેલા શેરની વેલ્યૂ 3.75 લાખ રૂપિયા છે. ડો. મોતીવાલાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા લખ્યું- રોકાણની મોટી રકમ નહોતી છતાં 30 વર્ષમાં 750 ગણું રિટર્ન આપી ચૂકી છે. ખરેખર આ મોટી રકમ છે. નોંધનીય છે કે SBI નો શેર 767.35 રૂપિયા પર છે.

આ સાથે. ડો મોતીવાલાએ પોતાના પરિવારના સ્ટોક સર્ટિફિકેટને ડીમેટ ફોર્મેટમાં કન્વર્ટ કરવાનીલાંબી પ્રક્રિયા બાદ આ શેર હવે ડીમેટ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગયા છે. ખરેખર આને કહેવાય કે, તમારી બચત તમને ભવિષ્યમાં ફાયદાકાયકનીવડી શકે છે. જે શેર 30 વર્ષ પહેલા ખરીધા હતા એ જ શેર આજે લાખો રૂપિયાના છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *