૬૦ વર્ષની ઉપરના દાદી એ સાબિત કર્યું કે ઉમર માત્ર એક નંબર છે જુવો વિડીયોમાં ..

ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબ કિસ્સાઓ  જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે . ઘણી વાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે. જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા  વિડીયો પણ જોવા મળતા હોય છે. ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે. નવરાત્રી શરુ થતા જ લોકો ગરબા કરવા માટે અવનવા સ્ટેપ  કરતા જોવા મળતા હોય છે અને સાથે બહુ જ ઉત્સાહ થી નવરાત્રી નું સ્વાગત કરવા પણ તૈયાર હોય છે તેઓ એવા જ મૂડ માં હોય છે.

આજ તો નવરાત્રીના બહુ જ ઉમંગ અને જનુન ની સાથે ગરબા રમશું. ગુજરાતનું પ્રખ્યાત નુત્ય ‘ગરબા’ લોકો ને ઉત્સાહથી ભરી મુકે છે અને લોકો અલગ જ ઉર્જા ની સાથે ગરબાનો આનંદ ઉઠાવતા જોવા મળે છે. આપણે મોટા ભાગે યુવાનો ને જ આવા ગરબા જોશ ની સાથે લેતા હોય છે જોકે આ સાથે નાના બાળકો અને વૃધ્ધો પણ ગરબા રમવાનું પસંદ તો કરે જ છે. પરંતુ એક વૃદ્ધ મહિલા જેનું નામ છે રસીલાબેન  ઠક્કર કે જેમને લોકો પ્રેમથી દાદી કહી રહ્યા છે , તેમણે હાલમાં સોશિયલ મીડિયાને પોતાના નૃત્ય થી હલાવી નાખ્યું છે જી હા આ વાત સચ્ચી છે આ દાદી એ ગુજરાતી ગરબા ગીત પર શાનદાર પર્ફોમન્સ આપી ને જોનાર સૌ કોઈ ને દંગ કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ મહિલાએ ગરબાના એક ગીત પર એવી જોરદાર ધૂમ મચાવી છે કે જે જોઈ ને તમને પણ મજા આવશે. કોરિયોગ્રાફર સાથે પીળી સાડી પહેરીને દાદીમાં એ ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મનું ગીત  ‘ઢોલીડા’ પર જોરદાર ગરબા લઇ લોકો ને તાલી પાડવા મજબુર કરી દીધા હતા. આ સાથે તમને જણાવવાનું કે, ગયા વર્ષે નવરાત્રી દરમિયાન દાદી નો એક વિડીયો વાયરલ થયો હતો.

જેમાં દાદી એ ગરબાના એક કાર્યક્રમ માં લોકો ની વચ્ચે ડાન્સ કરી ત્યાં હાજર તમામ લોકો ની સાથે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય બની ગયા હતા. ત્યાર બાદ પાછા આ દાદી ડાન્સરે તમામ લોકો ને આવો જ જોરદાર ડાન્સ બતાવી ને લોકો ને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જે લોકો ને બહુ જ પસંદ પડી રહ્યો છે. આ વિડીયોને GARBA LOVERS નામના એકાઉનટ દ્વારા ઇન્સ્ત્રાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે. વધુમાં જનાવુંઈ દઈએ કે આ દાદી ડાન્સ દીવાને ૩,  ધ કપિલ શર્મા શો માં પણ જઈ ને પોતાનો ડાન્સ નો જલવો બતાવી આવ્યા છે. આ દાદી એ સાથે ૨૦૧૯ ની નવરાત્રીમાં ફાલ્ગુની પાઠક સાથે સતેજ પર ગરબા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by garba lovers (@garba_.lover)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *