આ ટેણીયા એ વાણંદ ને એવી ધમકી આપી કે જે સંભાળી આખો દેશ હસવા લાગ્યો, જુવો ફની વિડીયો.

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અને તેમાં પણ નાના બાળકોની ક્યુટ્નેસ ના વિડીયો તો આજ કાલ લોકો ને બહુ જ જોવા ગમે છે. ઈનટરનેટ ની દુનિયામાં બહુ જ અજીબો કિસ્સા જોવા મળે છે ક્યારે સુ જોવા મળી જાય એનો કોઈ અંદાજો જ લગાવી ન સકે. ઘણીવાર એમાં એવા પણ વિડીયો આવતા હોય છે. જે જોઈ ને હસવું રોકી શકાતું જ નથી તો ઘણી વાર વ્યક્તિને ચોકાવી દે એવા વિડીયો પણ જોવા મળતા હોય છે. ઘણી વાર દુખના તો ઘણીવાર ખુશી ના પણ વિડીઓ વાયરલ થતા જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયા પર આવા જ એક નાના બાળકનો વિડીયો વાયરલ  થઇ રહ્યો છે જેને જોઈ ને લોકો તેના ફેન બની ગયા છે.

આ વાયરલ વિડીયોની અંદર એક બાળક વાળ કપાવી રહ્યો છે. આ બાળક પણ બીજા બાળકોની જેમ જ વાળ કપાવતી વખતે રડતો જોવા મળે છે પરંતુ આમાં એક નવી વાત એ બને છે કે આ બાળક રડતા ની સાથે જ વાણંદ ને ધમકીઓ પણ આપી રહ્યો છે અને તેના ચહેરા ઉપર બહુ જ સરસ પરંતુ ખતરનાક ગુસ્સો જોવા મળે છે જે જોનાર લોકો ને હસાવી રહ્યો છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયો માં તમે જોઈ શકો છો કે, બાળક જયારે વાળ કાપવા માટે વાળંદ ની દુકાને જાય છે અને ત્યાં ખુરશી પર વાળ કપાવવા માટે બેઠે છે અને તરત વાણંદ તેના વાળ ને કાપવા માટે હાથમાં લે છે ત્યાં જ બાળક જોર જોર થી બોલવા લાગે છે કે, ‘ અરે સુ કરી રહ્યો છે? બધા વાળ કાપી નાખીશ?’

જયારે વાણંદ શાંતિ થી તેને શાંત કરવા માટે પૂછે છે કે ‘ બેટા તારું નામ સુ છે?’  ત્યારે તે બાળક કહે છે કે “ મારું નામ અનુશ્રીત છે અને અનુશ્રીત વાળ કપાવવા નથી ઈચ્છતો.” આ સાથે જ તે બાળક વધારે ગુસ્સે થઇ જાય છે અને વાણંદ ને ધમકી આપે આપતા બોલી ઉઠે છે કે, “ હું બહુ જ ગુસ્સામાં છુ તારા પણ હું બધા વાળ કાપી નાખીશ.”આ વિડીયો ને અનુશ્રીતના પિતા એ પોતાના ટ્વીટર ના એકાઉનટ કર શેર કર્યો છે. સાથે જ લખ્યું છે કે મારો દીકરો અનુશ્રીત. દરેક માતા પિતા માટે આ એક સંઘર્ષ છે.

આ વિડીયો ને ૨૨ નવેમ્બર ના રોજ શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી લાખો લોકો એ આ વિડીયો જોઈ લીધો છે. ખરેખર એક બાળકને વાળંદ ની દુકાને વાળ કપાવવા માટે લઇ જવો એ કોઈ સામાન્ય બાબત નથી તેના માટે તો બાળકને કેટલું મનાવવું પડે છે અને જો માની ને  કે પ્રેમ થી ના આવે તો તેને  ફરજીયાત દુકાને લઇ જઈ વાળ કાપવા જબરદસ્તી કરવી પડે છે ત્યારે જે વાળંદ ની અને તેના પિતાની હાલત થાય છે તે કઈ જ સકાય નહિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *