આ ગુજરાતી ફિલ્મો એવી હતી કે તમે જોઈ ને હિન્દી ફિલ્મો પણ ભુલી જશો ! જોઈ લો આ લીસ્ટ

ગુજરાતી ફિલ્મો અનેક આવી પરતું આજે અમે આપને એવી ગુજરાતી ફિલ્મો વિશે જણાવીશું કે જે જોઈને તમેને હિન્દી ફિલ્મો પણ ભુલી જશો ! ખરેખર આ ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. આ ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ. જો તમે આ ફિલ્મો નાં જોઈ હોય તો તમેં ગુજરાતી નાં હોય. આજે અમે આપને જણાવીશું કે, આ ગુજરાતી ફિલ્મો શા માટે જોવી જોઈએ અને આ ફિલ્મોમાં એવું તે શું ખાસ છે કે, દરેક લોકોએ પોતાનાં જીવનમાં એકવાર આ ફિલ્મ જોવી જ જોઈએ.

દેશ રે જોયા દાદા પરદેશ : આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર અને લોકપ્રિય ફિલ્મ છે.કુછ કુછ હોતા હૈની સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. 1998માં આ ફિલ્મે 21 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મને ગોવિંદ પટેલે ડિરેક્ટ કરી હતી. અને ફિલ્મમાં હિતેનકુમાર અને રોમા માણેની સાથે અરવિંદ ત્રિવેદી અને રમેશ મહેતા જેવા કલાકારો હતા. એ જમાનામાં માત્ર 5 થી 10 રૂપિયા ટિકિટ હતી ત્યારે 21 કરોડ ઘણા કહેવાતા.

માલવપતિ મુંજ : આ ફિલ્મ કનૈયાલાલ મુનશીવની નવલકથા પરથી બનેલી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંજનું પાત્ર ભજવ્યું હતું. તો બોલીવુડની હિરોઈન અને કાજોલના માતા તનુજા લીડ રોલમાં હતા. માલવપતિ મુંજમાં અવિનાશ વ્યાસે મ્યઝિક આપ્યું હતું તો બોલીવુડના સિંગર્સ આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂરે ગીતો ગાયા હતા. આ ફિલ્મ ગુજરાતી સિનેમાની ઉત્તમ ફિલ્મ છે.

મુનશીવની નવલકથા પરથી બનેલી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંજનું પાત્ર ભજવ્યું હતું. તો બોલીવુડની હિરોઈન અને કાજોલના માતા તનુજા લીડ રોલમાં હતા. માલવપતિ મુંજમાં અવિનાશ વ્યાસે મ્યઝિક આપ્યું હતું તો બોલીવુડના સિંગર્સ આશા ભોંસલે, મન્ના ડે, મહેન્દ્ર કપૂરે ગીતો ગાયા હતા. આટલા બોલીવુડ કલાકારોની હાજરી જ  તે સમયે ગુજરાતી ફિલ્મોનો કેવો સમય હશે તેનો પુરાવો છે.

ભવની ભવાઈ. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ પર આધારિત આ ફિલ્મમાં પણ ઓમપુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા ટેલેન્ટેડ બોલીવુડ એક્ટર્સનો જમાવડો હતો. ભવની ભવાઇ એ કેતન મહેતાની પ્રથમ ફિલ્મ હતી. માત્ર 3.50 લાખના બજેટમાં બનેલી ફિલ્મને નેશનલ એવોર્ડમાં  કેતન મહેતાને રાષ્ટ્રીય એકાત્મતા માટેનો નરગિસ દત્ત પુરસ્કાર મળ્યો  અને મ્યુઝીયમ ઑફ મોર્ડન આર્ટના ફિલ્મ મેળા માટે આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી.

ફિલ્મને કેતન મહેતાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં પણ ઓમપુરી, સ્મિતા પાટિલ અને નસીરુદ્દીન શાહ જેવા ટેલેન્ટેડ બોલીવુડ એક્ટર્સનો જમાવડો હતો. ભવની ભવાઇ એ કેતન મહેતાની પ્રથમ ફિલ્મ હતી. માત્ર 3.50 લાખના બજેટમાં બનેલી ફિલ્મને નેશનલ એવોર્ડમાં  કેતન મહેતાને રાષ્ટ્રીય એકાત્મતા માટેનો નરગિસ દત્ત પુરસ્કાર મળ્યો જ્યારે મીરા લખિયાને ઉત્કૃટ પ્રોડક્શન ડિઝાઈન માટે નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. મ્યુઝીયમ ઑફ મોર્ડન આર્ટના ફિલ્મ મેળા માટે આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી

શેતલને કાંઠે : ગુજરાતી સિનેમામાં ઉપેન્દ્ર અને સ્નેહલતા ખૂબ જ લોકપ્રિય હતા અને વર્ષ 1975માં રિલીઝ થયેલ આ ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીની સાથે કલ્પના દીવાન અને હાસ્ય સમ્રાટ સ્નેહલતા હતા. તો અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ મહત્વના રોલમાં હતા. ફિલ્મને રવિન્દ્ર ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ એકવાર જોવી જોઈએ કારણ કે અનોખી પ્રેમ કથા છે.

સંતુ રંગીલી એટલે મૂળ અંગ્રેજ લેખક જ્યોર્જ બર્નાર્ડની ‘પિગ્મેલિયન’નું રૂપાંતર છે, જેને મધુ રાયે નાટક માટે લખી હતી. તખ્તા પર શાનદાર પ્રદર્શન બાદ મનહર રસકપૂરે તેને પડતા પર ઉતારી. ફિલ્મના ગીતો એ કે લાલ દરવાજે તંબુ તોણિયા, મુંબીની કમાણી મુંબઈમાં સમાણી આજે પણ વખણાય છે. આ ફિલ્મ અરુણા ઇરાની ખૂબ જ લોકપ્રિય થયેલ પરતું સરિતા જોશી જેવું પાત્ર નાં ભજવી શક્યા.

મૂળ અંગ્રેજ લેખક જ્યોર્જ બર્નાર્ડની ‘પિગ્મેલિયન’નું રૂપાંતર છે, જેને મધુ રાયે નાટક માટે લખી હતી. તખ્તા પર શાનદાર પ્રદર્શન બાદ મનહર રસકપૂરે તેને પડતા પર ઉતારી. ફિલ્મના ગીતો એ કે લાલ દરવાજે તંબુ તોણિયા, મુંબીની કમાણી મુંબઈમાં સમાણી આજે પણ વખણાય છે. કહેવાય છે કે, આજે પણ સંતુ રંગીલી તરીકે સરિતા જોશી લોકોને યાદ છે. આ ફિલ્મ એકવાર જોવી જ જોઈએ.

મહિયરમાં મનડું નથી લાગતું ફિલ્મ : હિયેન અને આંનદી ત્રિપાઠી નિ આ ફિલ્મ દેશ રે દાદા જોયા પરદેશ પછીની સૌથી લોકપ્રિય ફિલ્મ છે. આ ફિલ્મ આજે પણ લોકપીર્ય છે અને આ ફિલ્મની સફળતા ને લીધે તેનો બીજો ભાગ પણ રિલીઝ થયો હતો અને તેમાં હિતેન કુમાર ડબલ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ એકવાર જોવી જ જોઈએ.

જેસલ તોરલ : ગુજરાતી ફિલ્મો વચ્ચે પણ કેટલાક સમય માટે ઈન્ડસ્ટ્રી ઝાંખી પડી હતી. પરતું કહેવાય છે કે 1971માં રવિન્દ્ર દવેએ ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અનુપમા, રમેશ મહેતા અને મૂળરાજ રાજડાને લઈ કચ્છના ડાકુ ‘જેસલ’ની સ્ટોરી પરથી ફિલ્મ ‘જેસલ તોરલ’ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મથી અભિનય સમ્રાટ તરીકે પ્રખ્યાત ઉપેન્દ્ર ત્રિવેદીએ ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ ગુજરાતી સિનેમાની યાદગાર ફિલ્મ છે. જીવનમાં એકવાર તો આ ફિલ્મ સૌ કોઈ જોવી જ જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *