આને કહેવાય સાચો પ્રેમ ! પત્ની ની બન્ને કીડની ફેલ થતા પતિ આ પોતાની કીડની આપી જીવ બચાવ્યો

લગ્ન મા સાત જન્મ ના વચનો લેવા મા આવે છે અને દુખ અને સુખ મા પણ સાથે રહીશું ત્યારે એક પતિ એ આ વચન ના સાર્થક કરી ને બતાવ્યું છે પતિ એ પોતાની પત્ની એક કીડની નુ દાન કર્યુ હતુ અને નવુ જીવન આપ્યુ હતુ તેની પત્નીનો છેલ્લા 8 મહીના થી ડાયાલીસીસ પર હતી. જેને હવે નવુ જીવન મળ્યુ હતુ.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર  માંડવીના નગરપાલિકા કચેરીમાં પાણી પુરવઠા અને જન્મ મરણ વિભાગમાં કલાર્ક તરીકે ફરજરત ધરમશીભાઈ એચ. મહેશ્વરીના ધર્મપત્ની ધનબાઈની બંને કિડની ફેલ થઈ જવાથી આઠ માસથી ડાયાલિસિસ ચાલુ હતું. ત્યારે ધરમશીભાઈ ને વિચાર આવ્યો હતો કે તેવો તેમની પત્ની ને કીડની દાન કર તો ??

આ અંગે એચ.એલ.એ. રિપોર્ટ મેચ થતાં ધરમશીભાઈ નો કીડની તેમના પત્ની ધનબાઈ મા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નકકી થયુ હતુ. અને આ કાર્ય અમદાવાદ ની સ્થિત હોસ્પીટલ ડૉકટરો અને તેમ ની ટીમ દ્વારા જટિલ શસ્ત્રક્રિયા આઠ કલાક ચાલી હતી. અને અંતે ઓપરેશન સફળ થયુ હતુ અને હાલ મહેશ્વરી દંપતી ની તબિયત સારી હોવાનુ માલુમ પડયું હતુ.

આઠ કલાક ચાલેલા ઓપરેશન મા પરીવાર ના સ્વાસ પણ અધર થઈ ગયા હતા અને પરંતુ ડોકટર ની મહેનત રંગ લાવી હતી અને સફળ ઓપરેશન થી સૌ કોઈ લોકો એ હાશકારો લીધો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *