આતો બાકી ગુજરાતી શાયર હો!! આ નાના એવા ટેણીયાની આ બે શાયરી સાંભળી તમે હસી હસી ગોટા વળી જશો… જુઓ વિડીયો

હાલના સમયમાં સોશિયલ મીડિયામાં રીલ્સનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્યારથી ટિક્ટોક આવ્યું ત્યારથી જ લોકોને રીલ્સનો સારો એવો ચસ્કો લાગ્યો છે. આપણે જાણીએ છે કે આજના સમયમાં બાળકોથી લઇને વૃદ્ધ લોકો આજે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે. આ રીલ્સ ખુબ જ રમુજી અને હાસ્યપ્રદ હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થઇ રહી છે. આ રીલ્સમાં એક બાળક ખુબ જ રમુજીમાં એવી વાતો કરી રહ્યો છે કે, સૌ કોઈ સાંભળીને હસીને લોટ પોટ થઈ જશો.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે બાળક પોતાની કાલીઘેલી ભાષામાં બોલે છે કે, હાથમાં ગુલાબનો ગોટો, તું જો મને પ્રેમ કરતી હોય તો મોકલ તારો ફોટો! ” ખરેખર જ્યારે તમે બાળકના મોઢે આ વાત સાંભળશો તો તમે પણ હસીને લોટ પોટ થઇ જશો. આજના સમયમાં જે ઉંમરે બાળકોએ ભણવામાં ધ્યાન દેવું જોઈએ તે આજે આવી રીલ્સ બનાવી રહ્યા છે.

આજના યુગમાં હજુ બાળક રમકડાં પકડતા શીખે છે, એ ઉંમરે તો હાથમાં મોબાઈલ આવી જાય છે. ખરેખર આજના સમયમાં આ બાબત એક ચિંતાનો વિષય છે. બાળકોમાં ટેલેન્ટ હોય છે, એક્ટિંગનું એ તમે વિકસાવી શકો છો પરંતુ દરેક વસ્તુ સમય અને ઉંમર પ્રમાણે કરવું જોઈએ. આ બાળક જે રીતે પ્રેમની વાત કરી રહ્યો છે તે હાસ્ય અને રમુજી માટે સારું લાગે પરંતુ હકીકતમાં બાળકના ભવિષ્ય માટે આ યોગ્ય ન કહેવાય.

 

View this post on Instagram

 

A post shared by Ajay Rethaliya (@ajay_rethaliya_03)

આ વિડીયો જોઈને તમને હસવું જરુર આવશે તે માટે એકવાર તમેં વિડીયો જરૂરથી જોજો, કહેવાય છે ને કે બાળકો તો ભગવાનનું રૂપ હોય છે અને આ કારણે જ તે રડતા માણસ ને પણ પળભરમાં હસાવી શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *