ભાવનગરના મહારાજાના વંશજ યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલની પર્સનાલિટી સામે બોલીવુડના હિરો પણ પાછા પડે ! જીવે છે આવુ રોયલ જીવન…જુવો તસ્વીરો

ભાવનગર શહેરમાં પહેલે થી રાજાશાહી નું પ્રભુત્વ રહ્યું છે અને રાજા કૃષ્ણકુમારસિંહજીનાં વંશજો આજે તેમન સંસ્કારોને જાળવી રાખ્યા છે. ખરેખર આ એક ઉત્તમ વાત કહેવાય. આજે અમે આપને જણાવીશું ભાવનગર શહેરનાં યુવરાજ વિશે. તેમનું જીવન એવું વૈભવશાળી છે કે, તમેં જાણીને આશ્ચર્ય પામી જશો. તેઓ આજના યુવા વર્ગ માટે યુથ આઇકોન છે. અને ભાવનગર મા તેમની લોક પ્રિયતા પણ એટલી જ છે જેનુ કારણ છે તેમનો ઉદાર સ્વભાવ જેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાના ઉદાર સ્વભાવ માટે જાણીતા હતા તેમ ભાવનગર ના યુવરાજ પણ આજે ઉદાર સ્વભાવ માટે જાણીતા છે.

IMG 20230829 170655

આપણે સૌ કોઇ જાણીએ છે કે, જયવીરરાજસિંહ ભાવનગરના યુવરાજ સાહેબ તરીકે પણ ઓળખાય છે. જયવીરરાજસિંહ આજના યુવા વર્ગ માટે યુથ આઇકોન છે. તેઓ સામાજિક પ્રવૃતિઓ સાથે ખૂબ જ જોડાયેલ છે અને તેઓ હંમેશા લોક સેવામાં મોખરે રહે છે. જ્યારે પણ ભાવનગર ના લોકો ને કાઈ તકલીફ પડે છે ત્યારે તેમના સવાલ ઉઠાવે છે અને મદદ એ પહોચી જાય છે આ ઉપરાંત બોડી બિલ્ડીંગની અને દેશી અખાડા ની પરંપરા તેવો એ જાળવી રાખી છે.

IMG 20230829 170706

યુવરાજ સાહેબનો જન્મ 27 ઓક્ટોબર 1990માં થયો હતો. જયવીરરાજસિંહે હોટેલ મેનેજમેન્ટની સાથે સ્વિત્ઝરલેન્ડમાંથી માસ્ટર ડિગ્રી લીધી છે.જયવીરરાજસિંહ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે, તોઓ બોડી બિલ્ડિંગ વિશે ખૂબ જ પેશનેટ છે. ભાવનગરના પ્રિન્સ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.તેઓ બોલીવુડના અભિનેતા સાથે ખૂબ જ જોડાયેલ છે. અને જયારે પણ કોઈ મહેમાન ભાવનગરા આવે તો તેને ભાવનગર ની સંસ્કૃતિ થી પરિચિત કરાવે છે. તેમને ત્યા અનેક બોલીવુડ સ્ટાર અને અન્ય હસ્તીઓ મહેમાન બની ને આવે છે.

jaiveerraj singh the prince of bhavnagar is a fashion icon bodybuilder and a b town favourite 740x500 2 1533132188 1

એક વાત તો સત્ય છે કે, તેઓ ફિલ્મોના અભિનેતાઓ તેમના સામે ઓછેર લાગે તેેેેવી તેની પર્સનાલિટી છે.લ .તેમના અંગત જીવન પર એક નજર કરી જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે થયા છે. કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના દોહિત્રી છે. આ બંને થકી તેમને ત્યાં એક દિકરી પણ છે.

jaiveerraj singh the prince of bhavnagar is a fashion icon bodybuilder and a b town favourite 740x500 7 1533132275 1

સૌથી ખાસ વાત એ છે કે, જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંકવાળી હેન્ડલબાર મૂછો તેમની ઓળખ છે. જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. જયવીરરાજસિંહને એડવેન્ચર, કાર્સ, અને ટ્રાવેલિંગનો જબરજસ્ત શોખ છે. તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે. તેમનું વ્યક્તિત્વ અને તેમનું જીવન અનેક લોકો માટે સદાય આકર્ષક રહ્યું છે. ખરેખર ભાવનગરના યુવરાજ તેમની પરંપરાને અંખડ રાખી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *