ગુજરાતના આ ગામ થી છે જ્ઞાનવત્સલ સ્વામી ! એન્જિનિયર માથી એવું મન પરીવર્તન થયું કે દીક્ષા લઈ લીધી…મોટી મોટી યુનિવર્સિટી..

સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વ ફ્લકે ભક્તિ અને સંત્સંગની સોડમ પાથરી રહ્યો છે. કહેવાય છે ને કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો પણ ખૂબ જ ગુણવાન અને સાદગીભર્યું જીવન જીવનાર હોય છે. આજે આપણે એક એવા જ સંત વિશે જાણીશું જેઓ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. આજના સમયમાં જ્યારે યુવાનો સાધુ સંતો પાસે કથા કરવાનું ટાળે છે, ત્યારે જ્ઞાનવત્સવ સ્વામીને સૌ કોઈ સાંભળે છે.

Screenshot 2023 01 21 09 07 42 769 com.google.android.googlequicksearchbox 258x300 1

આજે અમે આપને જ્ઞાનવત્સવ સ્વામીના જીવન વિશે જણાવીશું. ભગવાન આપણે માનવ જન્મ આપે છે, તો આ દેહને આપણે પ્રભુસેવામાં વિટાવીએ જેથી કરીને આ ભવ સફળ થાય.  જ્ઞાન વત્સવ સ્વામીએ પણ  વર્ષ 1991માં વલ્લભવિદ્યાનગરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી ને નોકરી કરવાનું વિચારતા હતા પરંતુ એવું અચાનક તેમના જીવનમાં એવો વળાંક આવ્યો કે વર્ષ 1992માં દીક્ષા લીધા બાદ તેઓ અચાનક સંત બની ગયા.

Screenshot 2023 01 21 08 58 51 041 com.google.android.googlequicksearchbox 260x300 1

એક ઇન્ટરવ્યૂ દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્વામીસ્વામિનારાયણ છાત્રાલયમાં રહીને તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને દર વર્ષે પ્રમુખસ્વામી મહારાજ ત્યાં આવતા હતા. તેથી તે સમય દરમિયાન તેમને તેમના જીવનની ત્રણ બાબતો ખૂબ જ ગમતી, પ્રથમ જ્ઞાનવત્સલ સ્વામી પ્રત્યે તેમના જીવનની પવિત્રતા, બીજી સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાની ભાવના અને ત્રીજી ભગવાન સ્વામિનારાયણમાં અપાર શ્રદ્ધા.

Screenshot 2023 01 21 09 02 29 398 com.google.android.googlequicksearchbox 300x182 1

પ્રમુખ સ્વામીના જીવનથી પ્રભાવિત થઈને જ્ઞાનવત્સલ સ્વામી વર્ષ 1992માં દીક્ષા લઈને સંત બન્યા, ત્યાર બાદ તેમને પ્રેરણા મળી અને સમાજના યુવાનોમાં એક નવો માર્ગ જગાવવાનું કાર્ય શરૂ કર્યું અને આજે જ્ઞાનવત્સલ સ્વામી યુવાનોમાં ખૂબ પ્રખ્યાત થયા છે.

Screenshot 2023 01 21 09 03 01 796 com.google.android.googlequicksearchbox 300x165 1

આજના સમયમાં તેઓ અનેક યુવાનોને જીવન જીવવાના  સાચા ઉપદેશ આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *