કાબરાઉ ધામના મોગલ બાપુએ એવી વાત કહી જેને દરેક લોકોએ જીવનમાં ઉતારવી જોઈએ! કહ્યું કે “તીર્થ યાત્રા નઈ કરો તો ચાલશે ફક્ત માતા-પિતાની સેવા…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કબરાઉ ગામના પરમ પૂજ્ય બાપુ ની વાતો આપણા સૌના જીવન માટે લાભદાયી નીવડે છે, હાલમાં ફરી એકવાર મોગલ બાપુ નો ખુબ ખુબ સુંદર વિડીયો વાયરલ થઈ રહ્યું છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે મોગલ બાપુ એ લોકોને કહ્યું છે,કે પોતાના માતા પિતાની સેવા શા માટે કરવી જોઈએ અને જો તમે સેવા કરો છો તો તમને તેને શું યોગ્ય ફળ મળે છે તે બાપુએ જણાવ્યું.

મોગલ બાપુએ કહ્યું કે, એક વાત યાદ રાખજો તમારા માં બાપ ગમે તેવા સ્વભાવના હોય પણ તેમની સેવા કરજો, તમારે કોઈની પાસે જવાની જરૂર નથી. હું મરી જાવ તો તમેં યાદ કરશો કે બાપુ શું બોલી ગયા છે. તમારે કોઈ ધામની યાત્રા નથી કરવી. તમારા માં બાપે જ જન્મ આપ્યો, એનાથી મોટી માં આ જગતમાં કોણ હોય? જેણે લીલામાંથી તમને સૂકામાં સુવાડાવ્યા હોય અને પોતે લીલામાં સૂઈ ગઈ હોય.

બાપુએ કહ્યું કે, ઇ જનેતાને તમે ને હું દુઃખી કરીને તમે આવા કાર્ય કરો છો તો એની કદુઆ લાગે છે. હું રાજી થાઉં છું કે તમારે બધાને માં છે, અમારે માં એ બાળપણમાં જ મૂકીને ચાલ્યા ગયા. હું એ જોઇને રાજી થાઉં છું કે લોકો પોતાની માંની આંગળી પકડીને મોગલ ધામ લઈને આવે છે. ખરેખર બાપુની વાત સો ટકા અને જીવનમાં ગાંઠ બાંધી લેવા જેવી છે.

હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈને આ વિડીયો ખૂબ જ પસંદ આવે છે પરંતુ મોગલ બાપુની જે વાત કરે છે તે દરેકના જીવન માટે ઉપયોગી નીવડે છે કારણ કે મોગલ પાપોની વાતો હંમેશા ડરે છે વ્યક્તિના જીવનને ઉજ્જવળ બનાવવા માટે અને સુખદાય બનાવવા માટે જ હોય છે. ખરેખર માતા પિતા સિવાય આ દુનિયામાં કોઈ જ મોટું નથી.

 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *