અંનત અંબાણી દુબઇમાં ખરીદી કરવા માટે દેશની સૌથી કિંમતી કાર લઇને પહોંચ્યો, દેશમાં માત્ર આ ત્રણ લોકો પાસે જ છે કાર, કિંમત જાણી માથું ચકરાશે

અંબાણી પરિવાર પોતાના વૈભવશાળી જીવન માટે ખુબ જ ચર્ચામાં રહે છે, ત્યારૅ હાલમાં ફરી એકવાર અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત અંબાણી ચર્ચામાં આવ્યો છે, તમને જાણીને નવાઈ લાગશે કે, અનંત અંબાણી10 કરોડની કારમાં દુબઈમાં ખરીદી કરવા ગયા હતા. કડક સુરક્ષા વચ્ચે, તે નારંગી રોલ્સ રોયસ ક્યુલિનન બ્લેક બેજમાં દુબઈ મોલમાં પહોંચ્યો. તેમની સુરક્ષામાં 20 વાહનોનો કાફલો પણ તૈનાત હતો. હાલમાં આ વિડીયો ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે.

સૌથી ખાસ વાત એ છે કે, હુરુન ઈન્ડિયા લક્ઝરી કન્ઝ્યુમર સર્વે 2023 અનુસાર, લક્ઝરી એસયુવીમાં Rolls-Royce Cullinan ભારતીયોની પ્રથમ પસંદગી છે. કંપનીએ 2020માં ભારતમાં તેની કુલીનન બ્લેક બેજ કાર લોન્ચ કરી હતી. ભારતમાં તેની કિંમત લગભગ 8.2 કરોડ રૂપિયા છે. ટેક્સ પછી તેની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં માત્ર ત્રણ લોકો પાસે જ Rolls Royce Cullinan બ્લેક બેજ કાર છે. જેમાં મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન અને હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાનનો સમાવેશ થાય છે. આ સિવાય મુકેશ અંબાણી પાસે બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, BMW, Audi, Lexus, Volvo, Toyota સહિત અન્ય ઘણી કંપનીઓની લક્ઝરી કાર છે.

અંબાણી પરિવાર પાસે તેની સુરક્ષા હેઠળ ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ અને એમજી ગ્લોસ્ટર તેમજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવા વાહનો છે. ખરેખર અંબાણી પરિવારના જેટલા પણ વખાણ આપણે કરીએ એટલા ઓછા છે કારણ કે તેમનું વૈભવીશાળી જીવન સૌ કોઈ લોકો માટે આશ્ચય જનક છે.

 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *