અંબાણી ફેમિલી બાદ હિમેશ રેશમીયા પોહચ્યાં દાદાના દર્શને!! દાદાના શરણે શીશ જૂકાવી કર્યા દર્શન… જુઓ ખાસ તસ્વીર

હાલમાં જ અંબાણી પરિવાર સાળંગપૂરધામ ના દર્શનાર્થે પધાર્યા હતા અને હવે ફરી એકવાર હિમેશ રેશમિયાએ પણ દાદાના ચરણે શીશ ઝુકાવ્યું. આપણે સૌ કોઈ જાણીએ છે જે, સાંળગપુર ધામ આસ્થાનું કેન્દ્ર છે તેમજ સાળંગપુર ધામની મુલાકાતે અનેક કલાકારો અને પ્રખ્યાત વ્યક્તિઓ આવતા હોય છે, ત્યારે હાલમાં જ મૂળ ગુજરાતી અને બૉલીવુડનાં લોકપ્રિય સિંગર હિમેશ રેશમિયા પણ કષ્ટભંજન દેવના દર્શન કરવા પધાર્યા હતા. ત્યારે સ્વામીજી એ તેમનું ભાવભર્યું સ્વાગત કરેલ. ચાલો અમેં આપને સંપૂર્ણ ઘટના વિશે જણાવીએ કે,કંઈ રીતે હિમેશરેશમિયાનું સ્વાગત કરવામાં આવેલ.

Screenshot 2024 03 20 11 12 35 91 1c337646f29875672b5a61192b9010f9

આ પહેલા પણ એકવાર હિમેશ રેશમિયા પોતાના પરિવાર સાથે સાળંગપુર મંદિરે હનુમાનજીના દર્શનાથે હતા અને ત્યારે પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી એવમ પરમ પૂજ્ય વિવેકસાગર દાસજી સ્વામી સાથે સાથે પરમ પૂજ્ય 108 લાલજી મહારાજની પણ મુલાકાત કરી હતી અને સહ પરિવાર ભોજન ગ્રહણ કરી દાદાના દર્શન એવમ સંતો સાથે સત્સંગ કરી ધન્યતા અનુભવી હતી. સ્વામીજીએ હિમેશને હનુમાનજીની પ્રતિમા ભેટમાં આપેલ.

Screenshot 2024 03 20 11 12 46 81 1c337646f29875672b5a61192b9010f9

હિમેશ રેશમિયા સાળંગપુર ધામના પરમ ભક્ત થઇ ગયા છે કારણ કે તેઓ ત્રીજી વખત દાદાના દરબારમાં આવ્યા છે. હિમેશ રેશમિયાના જીવન વિષે અમે આપને જણાવીએ તો હિમેશ રેશમિયાં એ સંગીત નિર્દેશક તરીકે 2003માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે.આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી.હાલમાં પણ તેઓ સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે.

FB IMG 1710913644159

આજે હિમેશ રેશમિયા વૈભવીશાળી જીવન જીવે છ જીવે છે પણ છતાં પણ તેઓ ભગવાનની ભાવપૂર્વક ભક્તિ પણ કરે છે. હાલમાં દાદાના દર્શન કરીને તેમણે દિવ્ય ધન્યતા અનુભવી હતી. આસ્થાનું એક માત્ર ધામ એટલે સાંળગપુરનું પરમ ધામ. આ ધામની મુલાકાતે અનેક લોકપ્રિય કલાકારો આવે છે. ત્યારે હાલમાં હિમેશ ની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Screenshot 2024 03 20 11 14 25 56 a23b203fd3aafc6dcb84e438dda678b6

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *