પાટણ ફરવા જાઓ તો આ સુંદરસ્થળોની મુલાકાત લેવાનું ભુલાય ના જાય, આ સ્થળો તમારું વેકેશન યાદગાર બનાવશે…

હાલમાં ઉનાળાનું વેકેશન શરૂ થતાં જ બહાર ફરવા જવાનો પ્લાન બનશે. જો તમે પણ બહાર ફરવા જવા માંગો છો તો અમે આપને એવા પ્લેસ વિશે માહિતી આપીશું જે તમારા વેકેશનને આનંદદાયક અને મનોરંજક બનાવશે. ખરેખર સ્થળો ગુજરાતના લોકપ્રિય સ્થાનો પૈકી એક છે, જે એકવાર જરૂરથી જોવા જોઈએ. ચાલો અમે આપને આ સ્થળો વિશે માહિતી આપીએ. પાટણ શહેર પ્રભુતા છે, જેની યશગાથા તો અકલ્પનીય છે પરંતુ તેની આસપાસના સ્થળો એથી વધુ વિશેષ છે.

1

પાટણ શહેરની નજીક આવેલ. ભારતીય ઘુડ્ખર સેંચુરી ને ઘુડ્ખર વન્ય પ્રાણી સેંચુરી પણ કેહવામાં આવે છે, જે કચ્છ્ના નાના રણ, ગુજરાત રાજ્ય, ભારતમાં આવેલ છે. આ રણ ૪૯૫૪ ચો.કી.મી. માં ફેલાયલુ છે, જે ભારતની સૌથી મોટી વન્ય પ્રાણી સેંચુરી છે.

Only Place in India for Matru Tarpan 20231505043447 1

આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે. ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું એક બિંદુ સરોવર સિદ્ધપુરની નજીક સ્થિત છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે પૈતૃક અંત્યેષ્ઠિ કરવા ગયા જવું પડે છે જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટેનું સ્થાન હોય તો તે છે સિદ્ધપુર. ભારતમાં પાંચ સ્વયંભૂ શિવ મંદિરો છે જે દરેક સિદ્ધપુરમાં જ છે.

Screenshot 2024 03 21 09 24 58 40 680d03679600f7af0b4c700c6b270fe7

પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ. પટોળા વિષેની દંતકથા એવી છે કે રાજા કુમારપાળ 12મી સદીમાં દૈનિક પુજા કરવા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનાના પટોળા ઝભ્ભા મંગાવતા હતા. જ્યારે રાજાને ખબર પડી કે, જૈનાના રાજા વાપરેલાં કપડાં પાટણ મોકલે છે, ત્યારે તેમણે દક્ષિણ પર હુમલો કર્યો, દક્ષિણના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળાના 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા. આ કુટુંબો પૈકીના માત્ર સાળવીઓએ આજે આ કારીગરી જાળવી રાખી છે, આજે પટોળા પાટણની ઓળખ બની ગઈ છે.

navbharat times

રાણકી વાવ : આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે, જેને આપણા ભારતીય ચલણમાં મોદીજીએ સ્થાન આપ્યું છે.

1573293728s2

શંખેશ્વર જૈન મંદિર શંખેશ્વર ગામ, પાટણ જીલ્લો , ગુજરાત રાજ્ય , ભારત માં આવેલ છે. શંખેશ્વર જૈન મંદિર ગામ ની મધ્યમાં આવેલ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે ભગવાન પાર્શ્વનાથનું મંદિર અગત્યનું યાત્રાધામ છે. પાટણની મુલાકાત તમારા માટે સૌથી યાદગાર બની રહેશે, જેથી આ વેકેશનમાં એકવાર જરૂરથી પધાર જો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *