ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર હિતેન કુમાર છે આ નાના એવા ગામના વતની !! આવો છે તેમનો પરિવાર, જીવનમાં કર્યો છે આટલો સંઘર્ષ…

બોલિવુડમાં સુપર સ્ટાર તરીકે અમિતાબ બચ્ચનનું નામ બોલાય એવી જ રીતે ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર તરીકે હિતેન કુમારને આપણે જરૂરથી યાદ કરવા જોઈએ. કારણ કે ગુજરાતી સિનેમામાં તેમણે ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપી છે, જેમ કે “દેશ રે જોયા દાદા પરદેશ જોયા” મહિયર માં મનડું નથી લાગતું” પાલવડે બાંધી પ્રીત” ઉંચી મેડી ના ઊંચા મોલ” વગેરે સુપર ડુપર ફિલ્મો હિતેન કુમારે આપી છે, અને લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે.

Screenshot 2024 01 31 11 19 53 89 1c337646f29875672b5a61192b9010f9

હિતેન કુમાર ની ગુજરાતી સિનેમાની વાત કરીએ તો તેમણે અત્યાર સુધીમાં ૭૦ થી વધુ નાટકો અને ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ દિગ્ગજ કલાકાર ના જીવન વિષે આપણે કઈ જાણતા નથી આજે આપણે તેના જીવન વિષે થોડી રસપ્રદ વાતો જાણીશું. સાથો આજે અમે આપને એ પણ જણાવીશું કે તેઓ કેટલા સુંદર અને આલીશાન ઘરમાં રહે છે.

tyuju 1

ગુજરાતી ફિલ્મોમાં હિતેનકુમારે એક પછી એક હીટ ફિલ્મો આપી છે, તેથી તેનાથી લેને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. ગુજરાતી ફિલ્મમાં જાદુ ચલાવનાર હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે, પરંતુ હાલ તે પોતાની પત્ની સાથે મુંબઈમાં રહે છે. મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા નોકરી કરતા હતા, અને તેમના પરિવાર માં અભિનય વિષે કોઈ કશું જાણતું ન હતું. પરંતુ હિતેન કુમાર ને બચપણ થી જ અભિનય નો ખુબ જ શોખ હતો. તેથી પોતાના શોખ અને આવડત ના કારણે તે ખુબજ આગળ વધ્યા હતા.

Screenshot 2024 01 31 11 22 10 01 1c337646f29875672b5a61192b9010f9

હિતેન કુમાર ના પર્સનલ જીવન ની વાત કરીએ તો તેમણે ૩૦ નવેમ્બર ૧૯૮૯ ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સોનલ મહેતા પોતે ડીઝાઈનર અને એસ્ટ્રોલોજર છે. હિતેન કુમાર જે ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર છે, પરંતુ તેઓ હિન્દી ફિલ્મ જગત ના કલાકાર અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ અને વિદ્યાબાલન અને વહીદા રહેમાન ના ચાહક છે. હિતેનકુમાર ને પક્ષુ-પ્રાણીઓ પ્રત્યે ખુબજ પ્રેમ છે, તેમણે તેમના એક ઈન્ટરવ્યું માં પણ કહ્યું હતું, કે જો હું અભિનેતા ન હોત તો હું જાનવરો નો ડોક્ટર જરૂર હોત.

Screenshot 2024 01 31 11 28 26 88 1c337646f29875672b5a61192b9010f9

હિતેન કુમાર ને નવરું બેસવું જરા પણ પસંદ નથી, તે પોતાના નવરાશ ના સમયમાં વાંચન કરતા હોઈ છે, અથવા તો એ સારી ફિલ્મો જોતા હોઈ છે. તેમણે ગુજરાતીમાં અનેક હીટ ફિલ્મો આપી હતી તેથી તેમને ૮ થી વધુ વખત રાજ્ય સરકાર નો એવોર્ડ મેળવનાર હિતેન કુમાર ને કુલ ૫૦ થી વધુ એવોર્ડ મળ્યા છે. અને હિતેન કુમારે પોતાની કારકિર્દી માં અનેક પ્રકારના રોલ કરી પોતાના ચાહકો ને પ્રેરિત કર્યા છે, આજે પણ તેઓ ગુજરાતી સિનેમા સક્રિય છે કારણ કે રૂઅલ ફિલ્મો બાદ આજે અર્બન ફિલ્મોમાં પણ તેમને લોકપ્રિયતા હાંસિલ કરી છે, વંશ અને આંગુતક તેમજ રાડો જેવી ફિલ્મોમાં અભિનય ઓજસ પાથર્યા છે. તેમનું ઘર પણ ખૂબ જ સુંદર અને આલીશાન છે. આ બ્લોગ સાથે તેમની ઘરની તસવીરોઃ જોઈ શકશો.

Screenshot 2024 01 31 11 22 50 94 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *