ચોંમાસા મા ફરવા જવાનું વિચારતા હોય તો ગુજરાત ના આ એક જીલ્લા મા પહોંચી જજો ઉત્તરાખંડ જવાની જરુર નહી પડે….જુઓ તસવીરો

આખરે અષાઢ મહિનાના આગમન પહેલા જ વરસાદ એ ધોધમાર એન્ટ્રી કરી લીધી છે, ત્યારે અનેક શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જ્યારે વરસાદ (Rain) આવે છે, ત્યારે પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઉઠે છે, ત્યારે હાલમાં જ ગુજરાતનું એક સ્થળ ખૂબ જ ખુશનુમા બની ગયું છે. આ વરસાદનો અનેરો આનંદ માણવા માટે આ સ્થળે (Place)અચૂક ફરવા જજો.

IMG 20230906 WA0017

ચોમાસાની ઋતુ (Monsoon season) આવતા જ નિકળી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ચારો તરફ લીલીછમ હરિયાળી અને પર્વતો પરથી ઝરણાઓ વહેવા લાગે છે, આજે અમે આપને ગુજરાતની (Gujarat)એક એવી જગ્યા વિશે જણાવીશું જે જોઈને તમે ઉત્તરાખંડ (Utrrakhand)ને પણ ભૂલી જશો. આ સ્વર્ગ એટલે સાપુતારા!

IMG 20230906 WA0016

સાપુતારા ગુજરાતીઓ ફરવા માટે ખુબ પ્રખ્યાત છે. ગુજરાતનું હીલ સ્ટેશન સાપુતારા અત્યંત મનમોહક છે.સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલુ છે. સાપુતારામાં (Seputara)મોટાભાગે આદીવાસી વસ્તી છે. જે હાલમાં નવાનગરમાં રહેવા ગયા છે.

IMG 20230906 WA0019

સાપુતારામાં ફરવા લાયક (Saputaraplace)જગ્યા જોઈએ તો સાપુતારા તળાવ, સનરાઈઝ પોઈન્ટ, નવાનગર, રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઈન્ટ, ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીં જોવા લાયક સ્થળોમાં સામેલ છે. સાપુતારામાં તમે હોર્સ રાઈડિંગ, કેમલ રાઈડિંગ, ઝિપ લાઈન, રોપ વે, બાઈક રાઈડિંગ વગેરેનો આણંદ માણી શકાય છે.

IMG 20230906 WA00181

સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલ ગિરા ધોધ પણ આવેલો છે. 300 ફૂટ જેટલા ઊંચેથી તે સીધો નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણુ વધારે હોવાથી આ ધોધ ખુબ ભવ્ય લાગે છે. એટલે તે ગુજરાતનો નાયગ્રા ધોધ પણ કહેવાય છે. કુદરતી પ્રેમીઓ વિકએન્ડમાં (Weekend planning) સાપુતારા જરૂર જવું જોઈએ . સાપુતારામાં રાત્રી રોકાણ માટેની સુવિધાઓ ઉપરાંત નાના બાળકથી લઈને મોટેરાઓને મજા પડે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.સાપુતારા જતા રસ્તામાં ઠેક-ઠેકાણે નાનાં-નાનાં ઝરણાં વહેવા લાગે છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *