આ નાની ઢીંગલીએ એવી મોટી વાત કહી દીધી કે વિડીઓ જોઈ વખાણ કરતા થાકી જશો…જુઓ વિડીઓ

આજના સમયમાં નાના છોકરાઓના વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાય છે, ત્યારે હાલમાં જ એક નાની એવી ક્યૂટ ઠીંગલીનો વીડ્યો સોશિયલમાં વાયરલ થઇ રહ્યો છે અને સૌથી ખાસ વાત એ છે કે, આ નાની એવી છોકરીએ પોતાની કાલાવેલી ભાષામાં ખુબ જ સાચી વાત કહી છે, જે આજના યુવાપેઢીઓ માટે ખુબ જ પ્રેરણારૂપ છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણે હવે માને, મા કહેવાને બદલે મમ્મી ને મોમ કહેવા લાગ્યા છે અને એક સમય પહેલા એવો હતો કે આપણે માને મા અથવા બા કહેતા પરંતુ મોર્ડન યુગમાં સંતાનો માતાને પણ તુંકારે બોલાવે છે અને તું તું કહી ને જ બોલાવે છે. ત્યારે નાની એવી દિયુંની વાત સાંભળીને તમે પણ આશ્ચય પામી જશો કે, આ નાની એવી છોકરીના મોંઢે આવડી મોટી વાત કહી દીધી.

ઇન્સ્ટાગ્રામ પર આ નાની એવી છોકરી એ કહ્યું છે કે,મોમાને તું નો કહેવાય તમે જ કહેવાય ? મમ્મી આપણી માતા કહેવાય. એને તું કહેવાય ? ક્યાં ગઈ તી ? એમ ન કહેવાય ક્યાં ગયા હતા એમ કહેવાય ,એ આપણી માતા છે. ખરેખર આ નાની એવી છોકરીએ પોતાની કાલાવેલી ભાષામાં જે બોલી એ ખુબ જ મોટી વાત છે, આજના સમયમાં તમામ બાળકોએ આ વાતને યાદ રાખવી જોઈએ કે, મમ્મીને તું ન કહેવું જોઈએ.

આમ પણ કહેવાય છે ને કે, નાનપણથી જ સંતાનને સાચી શિખામણ આપવામાં આવે તો મોટા થઇને તેના વ્યવહાર અને વર્તન તેમજ સ્વભાવ સારો રહે છે અને નાના-મોટાને કંઈ રીતે માન સન્નમાન આપવું જોઈએ સારી રીતે સમજી શકે છે. આ વિડીયો તમારા બાળકોને જરૂરથી બતાવજો , જેથી એમને પણ સમજણ પડે કે, મમ્મીને તુંકારે ન બોલાવી જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *