ઇન્દ્રભારતી બાપુ થયા લાલઘૂમ, શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધીઓને કહ્યું કે, આવવું હોય એ આવે બાકી….જુઓ વિડિયો

જગતભરમાં શ્રી રામ આગમનની ઉત્સાહ છે, ત્યારે અનેક લોકો એવા છે જે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે કે, મંદિર અધૂરું હોવા છતાં માત્ર રાજકીય સ્વાર્થ ખાતર મંદિરમાં શ્રી રામ ની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આવા તમામ લોકોના મોઢા બંધ કરાવવી દે તેવું નિવેદન ઇન્દ્રભારતી બાપુએ આપ્યું છે.

જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુ લાલઘૂમ થઈને વિરોધીને આડે હાથ લીધા છે, કોઈપણ વ્યક્તિઓનું નામ લીધા વગર તેમને એવી વાત કરી છે કે સૌ કોઈના મોઢા બંધ કરાવવી દીધા છે. આ વિડીયો સોશિયલ મીડિયાએમ વાયરલ થઈ રહ્યો છે. બાપુએ એ શું કહ્યું તે અંગે અમે ટુંકમાં જણાવીએ.

ઇન્દ્રભારતી બાપુ કહે છે કે, ઘણા સનાતનીઓ જ આજે મંદિરનું કે મંદિર હજુ બન્યું નથી ને એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આમ તેમ બોલવા વારા બોલે છે. તો એની સામે આપણે જોવાનું થતું નથી. આપણે ખાલી રામ લ્લલાની મૂર્તિ મંદિરની અંદર બેસી જાય, પ્રાણ પ્રતિષ્ઠા થઇ જાય તે જોવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by Jitendra Nakum (@hellobaradi)

જો કોઈ કહેતું હોય કે મંદિર બન્યા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાવ, સોમનાથ મંદિર બન્યું એ પહેલા જ પંદર વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થઈ ગયેલી, ત્યારે કોઈ ન બોલ્યું કોઈ વિવાદ કરેલ. આજે કોઈપણ બોલવા માંડે છે કે રામ ભગવાન મંદિરમાં બ બેસે. અરે જેની અમારી પેઢી વરસોથી રાહ જોઈ રહી હતી એ ઘડી આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *