મૈયરમાં મનડું નથી લાગતુંથી આજ સુધીની ગુજરાતી સુપરહિટ ફિલ્મ બનાવનાર જસવંત ગાગાણીનો જન્મ ગુજરાત ના આ ગામ મા થયો હતો ! એક સમયે સુરમાં હીરા….

ગુજરાતી સિનેમા ભીષ્મપિતામહ તરીકે ગોવિંદભાઇ પટેલને ઓળખવામાં આવે છે, આ વાત તો કોઈ ના નકારી શકે પરતું ગુજરાતી ફિલ્મમાં ગોવિંદભાઈ જેટલું જ યોગદાન આપનાર જસવંત ગાંગણીને ના ભૂલી શકાય. તેમને ગુજરાતી અને હિન્દી ફિલ્મો દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.ચાલો આજે આપણે જાણીએ કે કંઈ રીતે હીરા ઘસનાર વ્યક્તિ ગુજરાતી ફિલ્મોના નિર્માતા બન્યા.

FB IMG 1651802857034

જસવંત ગાંગાણી મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામના વતની છે. તેમના કરિયરની શરૂઆત ત્યાર થી થઈ જ્યારે તેઓ ૧૯૭૩માં સુરતમાં હીરા ઘસવા આવેલા ગાંગાણીએ સાથે સાથે સ્ટોરી રાઇટિંગ અને ગીતો લખવાનું શરૂ કર્યું. તેમણે ૩૫ જેટલી ફિલ્મોમાં વાર્તા અને ગીતો પણ લખ્યાં છે. રાઇટર,ગીતકાર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તરીકે તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘મન સાયબાની મેડીએ’ વર્ષ 1999માં રિલીઝ થઈ હતી.

FB IMG 1651803217780

આ ફિલ્મે સિલ્વર જ્યુબિલી કરી હતી અને સાત એવોર્ડ પ્રાપ્ત થયા હતા. ગાંગાણી પ્રોડક્શનના બેનર હેઠળ ૬ ગુજરાતી ફિલ્મો અને એક સિરિયલ ‘કરિયાવર’ ની ભેટ આપી છે. ઝી ટીવી પર પ્રસારિત આ કરિયાવરને ૭ એવોર્ડ મળ્યા હતા.જસવંતજીને સૌથી પહેલા હીરા ઘસવાનું કામ મળ્યું. પરંતુ તેનું કલાકાર મન લેખન જેવી પ્રવૃત્તિમાં વધુ લાગતુ હોવાથી તે હીરા ઘસવાના વ્યવસાય સાથે સાથે વાર્તા લેખન અને ગીતલેખન કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો જ્યારે તેમનાં જીવનમાં એક વળાંક આવ્યો.

FB IMG 1651802857034

તેમને ફિલ્મ બનાવવાનું વિચાર્યું જેની સ્ટોરી પણ તેમણે લખી અને ગીતો પણ, સાથે આ ફિલ્મના તેઓ પ્રોડ્યુસર પણ હતા અને ડાયરેક્ટર પણ. જશવંત ગાંગાણીને તાજેતરમાં દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સન્માનિત કરાયા છે. સુરતી જશવંત ગાંગાણીની પસંદગી બેસ્ટ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર માટે કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની યાદગાર ફિલ્મોમાં ‘મૈયરમાં મનડું નથી લાગતું’, ‘માંડવા રોપાવો મારા રાજ’, ‘મેં તો પાલવડે બાંધી પ્રિત’ વગેરેનો સમાવેશ થાય છે. તેમની તમામ ફિલ્મો એવોર્ડની હકદાર બની હતી. તેમણે બેઝુબાન ઇશ્ક ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને આજે પણ જસવંત ગાંગાણી ફિલ્મ પ્રોડકશન દ્વારા ગુજરાતી ગીતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

FB IMG 1651803016465

આજે પણ જસવંત ગાંગાણી ફિલ્ પ્રોડક્શન દ્વારા ગુજરાતી આલ્બમ સોંગ અને ફિલ્મો બનાવવામાં આવી રહ્યા છે. 90 દશકની શરૂઆત આજે પણ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલ છે. જસવંતભાઈ એ ગુજરાતી ફિલ્મના જે યોગદાન આપ્યું એ ક્યારેય નાં ભૂલી શકાય. તેમના થકી અનેક ગુજરાતી કલાકારોનું ઉજ્જ્વલ ભવિષ્ય બન્યું છે.

FB IMG 1651803023299

હાલમાં જ તેમની અર્બન ગુજરાતી ફિલ્મ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે. સૂરજ બળત્યાજાની જેમ ગાંગણી પણ પારિવારીક ફિલ્મો વધુ બનાવે છે. હાલમાં જ દાદા અને પૌત્રમાં પ્રેમને દર્શાવતી ફિલ્મ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ સિનેમા ઘરોમાં આવી છે. આ ફિલ્મમાં રીડ રોલમાં વિશાલ ઠક્કર છે. જેને વિઠલ તિડીનું પાત્ર ભજવ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *