ગુજરત નુ અનોખુ ગામ જયા એક પણ ઘરે મેઈન દરવાજો નથી ! કારણ જાણશો તો વિચારતા થય જશો…

વિશ્વમાં ભારતની ધરા ભગવાન અને દેવી- દેવતાઓ અને ઋષિમુનીઓના ચરણારવિંદ થી પવિત્ર થયેલ છે. આ ધરતી પર આજે પણ એવી અનેક જગ્યાઓ છે, જ્યાં કોઈ દેવી દેવતાઓ ને લીધે ખૂબ જ ચમત્કારી અને રસપ્રદ ઘટાનો બને બને છે.આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું, જ્યાં ગુજરત નુ અનોખુ ગામ જયા એક પણ ઘરે મેઈન દરવાજો નથી ! કારણ જાણશો તો વિચારતા થય જશો.

આપણે ગુજરાતમાં જેમ મોગલ માતાજીનું ભગુડા ગામ છે, જ્યાં કોઈપણ દરવાજે તાળા નથી લગાવવામાં આવતાં એવી જ રીતે ભગવાન શનિદેવના શિંગડાપુર ગામમાં કોઈ દિવસ તાળાં મારવામાં આવતા નથી. એવી જ રીતે ગુજરાતમાં વધુ એક ગામ આવેલ છે સાતડા જ્યાં ઘરના દરવાજે તાળા નથી લગાવવામાં આવતાં. ખાસ વાત એ કે, છતાં પણ ગામમાં ક્યારેય ચોરી થઈ જ નથી. આવું શા માટે થાય છે તેના વિશે જણાવીએ. આ

રાજકોટથી 35 કિલોમીટર દૂર આવેલા સાતડા ગામમાં કોઈના પણ ઘરે મેઈન દરવાજો જોવા મળતો નથી. આ ગામ નજીક ભૈરવદાદાનું મંદિર આવેલું જે તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ગામના લોકોની આસ્થા છે કે, આ ગામની રક્ષા સ્વંય ભૈરવદાદા કરે છે. ગામમાં દરવાજા ન હોવા છતાં કોઈ દિવસ ચોરીની નથી થતી.

ચોર પણ ગામમાં પ્રવેશી શક્તા નથી. એકવાર બીજા ગામમાંથી ભેંસની ચોરી કરીને બહારથી તસ્કરો સાતડા ગામમાં પ્રવેશ્યા હતા ત્યાર બાદ તરત જ તે તસ્કરો પકડાઈ પણ ગયાં હતા.ગામના 200 જેટલા મકાનો ખુલ્લા જ જોવા મળે છે.ચિંતા કર્યાં વગર જ ઘરેથી બહાર નિકળે છે. કિંમતી વસ્તુઓ ઘરમાં હોવા છતાં ભૈરવદાદા પર વિશ્વાસ રાખીને જાય છે.

આ ગામના 4થી 5 ઘરોમાં ભૂલથી દરવાજા નાખવામાં આવ્યાં હતાં પરંતુ બાદમાં આ તમામ ઘરોમાંથી પણ દરવાજા કાઢી નાખવામાં આવ્યાં હતાં. ગામમાં હવે જે નવા મકાનો બને તેમાં પણ દરવાજા નાખવામાં નથી આવતાં. ખરેખર આ ગામની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના લીધે આ ગામ ખૂબ જ વિખ્યાત છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *