જુઓ કમા નુ ઘર કેવું છે અને કમા ના માતા પિતા એ કિર્તીદાન ગઢવી વિશે એવું કિધુ કે ” કિર્તીદાન ગઢવીએ

બુદ્ધિ હોય તો જ આગળ આવાય એવું નથી. જો કોઈ સારું માણસ તમારો હાથ પકડી લે ને તો આપો આપ બુદ્ધિ આવી જાય. માણસને સાચા સાથની જરૂર છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ એટલેકોઠારીયાનો કમો. ખરેખર ગુજરાતમાં એક જ નામ ચર્ચામાં હતું માત્ર નમો પરંતુ હવે ગુજરાતમાં ચારેતરફ કમો કમો છવાયેલો છે. કીર્તિદાન ગઢવીએ કમાને જે સન્માન આપ્યું, ત્યારબાદ કમો લાઇમ લાઈટમાં આવ્યો. આજે આપણે જાણીશું કે કમાનું ઘર કેવું છે અને તેના માતા પિતાએ કીર્તિદાન ગઢવી વિશે શું કહ્યું? આ તમામ વાત આપણે આ બ્લોગ દ્વારા જાણીશું.

Screenshot 20220915 133656 Facebook

કમો સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાનાં કોઠારીયા ગામનો વતની છે તેમજ તે આ ગામમાં આવેલ સંત શ્રી વજાભગતનાં રામ રોટી આશ્રમ રહે છે. પુજય વજાભગત ની પુણ્યતિથિ નિમિત્તે હમણાં એક ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાં જેની ખ્યાતિ છે એવા સુર ના આરાધક કિર્તીદાન ગઢવી નો ડાયરો હતો .

Screenshot 20220914 231954 Facebook

કમો નાનપણથી જ મંદબુદ્ધિ દિવ્યાંગ એટલે આખો દિવસ આ રામ રોટી આશ્રમમાં રહે અને આનંદ કિલ્લોળ કરે. જ્યારે આશ્રમમાં ડાયરો હતો ત્યારે કમા એ ડાન્સ કરેલો અને આ વીડિયો એટલો બધો વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. ખાસ વાત નાનપણથી પુજ્ય મોરારીબાપુ ની કથા હોય કે રામા મંડળ કે પછી રામધુન હોય કમા ની હાજરી એમાં ફરજીયાત.

Screenshot 20220914 231945 Facebook

કમો રાતોરાત લાઈમ લાઈટ માં આવી ગયો અને “કિર્તીદાન ગઢવી” હવે તો કમા ને પોતાના પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવે એમ કહી શકાય. ” જ્યાં કમો ત્યાં કિર્તી….” ડાયરા માં કમાનું સ્વાગત બે હજારની નોટથી સન્માન થાય અને પછી કમા ની ફરમાઈશ “રસિયો રૂપાળો ….ઘેર જવું ગમતું નથી” પછી કમો અને કિર્તીદાન એકબીજાને ભેટી પડે છે. ખરેખર કમાનું નિખાલસપણું અને તેના સ્વભાવથી આજે તે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે અને હવે દરેક નાના મોટા પ્રસંગોમાં કમાને અવશ્ય બોલાવવામાં આવે છે.

images.jpeg 530

હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કમાના માતા-પિતાએ કીર્તિદાન ગઢવી વિશે શું બોલ્યા એ અમે આપને જણાગીએ. કમો મનો દિવ્યાંગ હોવાથી તે ઘરમાં નથી રહેતો પરંતુ કમાનું ઘર પણ આલીશાન અને વૈભવશાળી છે. તમે આ બ્લોગ સાથે આપેલ વીડિયોમાં જોઈ શકો છો કે કમાનું ઘર કેવું છે. કમો તો ફેમસ થઈ ગયો પરંતુ કોઠારીયા ગામ પણ લોકોના મોંઢે લોકપ્રિય બની ગ્યું કમાના માતા એ પણ મીડિયા સમક્ષ કહ્યું કે, કીર્તિદાન ગઢવીએ ફેમસ બનાવ્યો એ એટલે બધા ઓળખવા અને બોલાવવા લાગ્યા તેમજ હવે તે પ્રોગામમાં જાય છે અને પહેલા કરતા તેનું જીવન ઘણું સારું છે.

Screenshot 2022 09 15 08 18 56 733 com.instagram.android

કમાના પિતા એ પણ પોતાની લાગણી લોકો સમક્ષ કરી છે. તેમના પિતા એ મીડિયા સમક્ષ કહ્યું કે, કીર્તિદાન ગઢવીએ જ્યારથી હાથ પકડ્યો છે, ત્યારથી કમાની સ્થિતિ સારી છે અને મગજ પણ પહેલા કરતા વધુ ચાલવા લાગ્યું છે. કીર્તિદાન ગઢવીનો અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છે. ખરેખર આજે કમો જે પણ છે તે કીર્તિદાન ગઢવીના લીધે છે. આથી કહી શકાય કે તમારા નસીબના દરવાજા ગમે ત્યારે ખુલી શકે છે.

કમાને પણ ઇન્ટવ્યુંમાં કહ્યું કે ,તેને કોઠારીયા ગામમાંથી ચૂંટણી લડવી છે અને તેને લગ્ન નથી કરવા કારણ કે લગ્ન કરે તો તેને કામે જાવું પડે. ખરેખર કમો એટલો લોકપ્રિય બન્યો કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ તેની સાથે હાથ મિલાવ્યો અને તેમની હાજરીમાં જ ભાષણ પણ અપાવ્યું. હવે આગળ સમય જ દેખાળે છે કે, કમાનું નસીબ તેને જ્યાં લઈ જાય છે. હાલમાં ઘણા લોકો કમા પ્રત્યે દયા દાખવીને ટીકાઓ પણ કરી રહ્યા છે અને લોકોનું કહેવું છે કે કમો ડાયારાનો જોકર બનીને રહી ગયો છે. આ બસ લોકોની વાતો છે પણ એક વાત તો સત્ય છે કે હાલમાં કમાનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *