હજારો દિકરીઓ ના પાલક પિતા મહેશભાઇ સવાણી નુ મુળ વતન સુરત નહી પણ આ ગામ છે ! જાણો કેવી રીતે જીવન મા સફળતા ના શિખરો સર કર્યા

મહેશ સવાણી બિઝનેસમેન હોવાની સાથે સાથે અનાથ દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ રાજ્યભરમાં જાણીતા છે. આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે.હાલમાં જ્યાં જુઓ ત્યાં સુરતના મહેશ સવાણી વિશે જ ચર્ચાઓ થઈ રહી છે. સુરતના ઉધોગપતિ અને સમાજ સેવક હોવા ને નાતે તેઓ અનેક દિકરીઓનાં પાલક પિતા તરીકે પણ વધુ ઓળખાય છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે કંઈ રીતે મહેશ સવાણી સુરતના આટલા પ્રતિષ્ઠાવાન વ્યક્તિ બન્યાં અને કંઈ રીતે તેમને જીવનમાં સફળતા નાં શીખરો સર કર્યા. મહેશ સવાણી પાસે આજે કરોડોની સંપત્તિ છે અને ભગવાને તેમણે અઢળક પૈસા આપ્યા છે જેને તેઓ ખુલ્લા બે હાથ થી દાન કરતા રહે છે.

આજનાં સમયમાં સુરત શહેરમાં પી.પી. સવાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલો ચલાવે છે. આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે. તેમજ અનેક સેવા કાર્યો થકી સુરત શહેરમાં જનતાઓ ને સેવા પૂરી પાડે છે.ખરેખર આ કોઈ સામાન્ય બાબત નથી પણ એ સેવાફળમાં તેમનું મહત્વનું યોગદાન છે.

આજનાં સમયમાં મહેશ સવાણી આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહ્યા છે. તેમજ મહેશ સવાણી આજે જે પણ કંઈ સદ્દકાર્યો કરી રહ્યા છે તે પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા છે, તેમજ સામાજિક રીતે ખૂબ જ જોડાયેલ છે અને અનેક રીતે લોકસેવામાં રહે છે.

હવે તમને વિચાર જરૂર આવે કે, આવડા મોટા સુરત શહેરમાં એક પોતાની ઓળખ ઉભી કરવી એ નાની વાત નથી અને જો ભી કરી પણ લે તો સૌથી મોટી વાત એ છે કે, એ વ્યક્તિમાં કાંઈક તો ખાસ ગુણો રહેલા છે. મહેશ સવાણીના અંગત જીવન પર નજર કરીએ તો.ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે.

સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ,એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રૂપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે. આજે આ સમાજમાં પીપી સવાણી ગ્રુપ એક લોકો માટે જીવાદોરી સમાજ રૂપ બની ગયુ છે. મહેશ સવાણી પોતાના જીવનકાળ દરમિયાન અનેક મુશેકેલીઓનો સામનો કરેલ અને જીવનમાં સફળતા મેળવેલ.

મહત્વની વાત એ એ છે કે, મહેશ સવાણી ને દીકરીઓ નથી માત્ર બે દિકરાઓ છે પરંતુ છતાં તેમની સગી દિકડીઓ કરતા અનેક દીકરીઓનાં તે પાલક પિતા ગણાય છે.મહેશ સવાણી નું નામ જે રીતે સેવા અને સમાજ સાથે જોડાયેલ હોવાનું આવ્યું છે, ત્યારે સમાજ વચ્ચે રહીને સમાજની સેવા કરતા હોવા છતાં પણ અનેક આક્ષેપો અને આરોપ પણ લાગ્યા હોય.હાલમાં જે ઘટના બનીએ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. સમાજની સેવા અર્થે રાજકીય પાર્ટી આપમાં જોડાયા બાફ મહેશ સવાણી હાલમાં જ આ પાર્ટી માંથી રાજીનામુ આપી દીધું.ક્યાં કારણોસર આપ્યું એ હાલમાં જાણવા નથી મડ્યું પરતું એ વાત નક્કી છે કે,ભાજપમાં જોડાઈ તો નવીન નહીં.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *