દેશ વિદેશમાં લોકપ્રિય થનાર કમાએ જાહેરમાં કિર્તીદાન ગઢવી વિશે બોલ્યો આવું, કહ્યું કે કિર્તીદાન ભાઈ એ મારો હાથ ઝાલ્યો….જુઓ વિડિયો

દરેક વ્યક્તિની સફળતાનું કારણ જરૂર હોય છે કારણ કે સફળતા એ અમસ્ત જ નથી મળી જાતી. આજે આપણે વાત કરીશું ગુજરાતના લોકપ્રિય કમાભાઈની! કોઠારીયાના કમાની સફળતા પાછળ એક કારણ અને એક વ્યક્તિનો સાથ છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કમાએ પોતાના જ મુખેથી પોતાની સફળતાનો શ્રેય એ વ્યક્તિને આપ્યો કે જાણીને તમે પણ આશ્ચર્ય પામી જશો.

કમાએ એક કાર્યક્રમમાં માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં સૌ સમક્ષ કહ્યું છે કે, કીર્તિભાઈએ ઘેર જવું ગમતું નથીમાંથી મને ઊભો કર્યો, કહ્યું કે કમા ઊભો થઈ જા!, કીર્તિભાઈ એ મારો હાથ ઝાલ્યો એટલે મારું નામ થઈ ગયું છે. ખરેખર કમાએ ભલે પોતાની કાલાઘેલી ભાષામાં બોલ્યો હોય પરંતુ કમો કિર્તીદાન ગઢવી ને ભૂલ્યો નથી કારણ કે કિર્તીદાન ગઢવી થકી ગુજરાત અને દેશ વિદેશમાં કમાને નામના મળી.

આજના સમયમાં સમજદાર માણસ પણ જ્યારે સફળતા પ્રાપ્ત કરી લે છે તો અભિમાનના કારણે એ વ્યક્તિને પા ભૂલી જાય છે, જેના કારણે તેઓ આગળ આવ્યા હોય. કમો નો ભલે દિવ્યાંગ હોય પરંતુ તે દિલથી દિવ્યાંગ નથી કારણ કે પોતાની સફળતા નો તમામ શ્રેય તેમને કિર્તીદાન ગઢવીને આપ્યો છે, ખરેખર કમાના વખાણ કરીએ એટલા ઓછા છે.

કમાની સફળતાની વાત કરીએ તો, કોઠારીયા આયોજિત એક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી એ ગાયેલ રસિયો રૂપાળો રંગ રેલિયો કિર્તન પર કમા એ ડાન્સ કર્યો હતો આ જોઇને કિર્તીદાન ગઢવીને કમાના વખાણ કર્યા અને ૨૦૦૦ રૂપિયાની નોટ આપીને સન્માન કર્યું અને બસ પછી તો કમો રાતોરાત લોકપ્રિય થઈ ગયો અને એક કલાકારની જેમ જ બહુમાન મળ્યું.

 

 

View this post on Instagram

 

A post shared by lok dayr🅾️ (@lok_dayro)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *