લગ્ન બાદ ખજુરભાઈ પહોંચ્યા હનુમાનજી ના આ ખાસ મંદિર પર ! મંદિર પર લગાવેલ તકતી પર લખાયેલ લખાણ વાંચશો તો ખજુરભાઈ માટે માન વધી જશે…

ગુજરાતીઓના લોકપ્રિય ખજુર ભાઈ હમેશાં પોતાના વ્યક્તિત્વથી સૌનું દિલ જીતી લે છે. હાલમાં જ લગ્ન બાદ ખજુર ભાઈ પોતાના માતા અને પત્ની સાથે હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચ્યા. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમે વિચારશો કે આખરે આ તસવીરોમાં શું ખાસ છે તો તમને જણાવી દઈએ કે આ મંદીરમાં લાગેલ તકતીના એવું લખ્યું છે કે જે વાંચીને ખજુર ભાઈ પ્રત્યે તમને લાગણી વધી જશે તેમજ તેમના વખાણ કરતા નહી થાકો.

Screenshot 2024 01 01 19 08 36 77 1c337646f29875672b5a61192b9010f9

તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ ખજુર ભાઈ પોતાના પત્ની સાથે ફરવા જવાના બદલે જે મકાન અધૂરા છે તેમને પૂરા કરી રહ્યા છે. ખજુર ભાઈ જે પણ કાર્ય કરે છે, તેમાં લોક સેવાનો ભાવ રહેલો હોય છે. હનુમાનજીના મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોધ્ધાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ર૦૭૯ જેઠ સુદ ૭ ને શનિવાર તા. ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ છે.

Screenshot 2024 01 01 19 08 36 77 1c337646f29875672b5a61192b9010f9

સૌથી ખાસ વાત એ છે કે, આ મંદિરના જીર્ણોદધાર રોવાના મુખ્ય સહભાગી શ્રી નીતીનભાઈ જાની (ખજુરભાઈ) તથા શ્રી તરૂણભાઈ જાની (લાલાભાઈ) દ્વારા કરવામાં આવેલ છે. ખરેખર લોક સેવાની સાથે ખજૂરભાઈ દેવકાર્ય પણ કરે છે. તેમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એ વાત વખાણવા લાયક છે પરંતુ ખજુર ભાઈ જે રીતે લોકોની મદદ કરે છે, એવી જ રીતે સૌ લોકો જરૂરિયાતમંદ ની મદદ કરે તે ભાવના સાથે મંદીરના ગર્ભગૃહમાં તેમજ મંદીરની બહાર તરફ એક ખૂબ જ સારો સંદેશ લખાવ્યો છે.

Screenshot 2024 01 01 19 09 29 40 1c337646f29875672b5a61192b9010f9

મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે, અહીંયા હનુમાન દાદાને તમારે રાજી કરવા હોય તો મંદિરમાં એકપણ રૂપિયો મૂકશો નહીં. જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના દિન દુઃખિયા ગરીબ વર્ગને મદદ કરો. દાદા તમારીમનોકામનાઓ પૂરી કરશે. આ વાત સો ટકા સાચી છે કારણ કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે. ખજૂર ભાઈના વિચારો ને સો સો સલામ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *