રાતોરાત લોકપ્રિય થનાર હંસાબેન ભરતભાઈ પરમારનું અંગત જીવન જાણીને દંગ રહી જશો, જાણો ક્યાં રહે છે અને પરિવારમાં કોણ કોણ છે?

હાલમાં ગુજરાતથી લઈને સાત સમંદર સુધી માત્ર હંસાબેન ભરતભાઈ પરમારનું નામ જ ચર્ચામાં છે અને હવે ખુશીની વાત એ છે કે હંસાબેન હવે ઓફીશયલી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ ગયા છે અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 80 હજાર થી વધુ ફોલોવર્સ થઇ ચુક્યા છે તેમજ યુટ્યુબ ચેનલ શરૂ કરતા હવે હંસાબેનના ફેન્સને રોજ અવનવા વિડીયો પણ જોવા મળશે.

Screenshot 2023 12 27 19 05 27 53 680d03679600f7af0b4c700c6b270fe7

ચાલો આજે અમે આપને હંસાબેનની વિશે માહિતી આપીશું કે, તે ક્યાં રહે છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે? આપણે સૌ કોઈ જાણીએ છે કે આજથી એક વર્ષ પહેલા આપ પાર્ટીના પ્રચાર દરમિયાન ન્યુઝ મીડિયા દ્વારા હંસાબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને આ દરમિયાન જ તેમના નામ બોલવાની છટાને લીધે તેઓનો વિડીયો ક્લિપ વાયરલ થઇ હતી.

IMG 20231227 191523

તમને જણાવી દઈએ કે હંસાબેન રાજકોટના છે અને તેઓ મવડી ફાયર બ્રિગેડ વિસ્તારના રહે છે. સૌથી ખાસ વાત એ છે કે, હંસાબેન મધ્યમવર્ગીય પરિવારના છે. તેઓ ઘર કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં પણ બે દીકરા અને બે દીકરીઓ છે. દીકરીઓ હાલ સાસરે છે, અને તે પોતાના બે દીકરાઓ સાથે રહે છે.

IMG 20231227 191507

હંસાબેન જ્યારે પહેલીવાર સોશિયલ મીડિયામાં સામે આવ્યા ત્યારે સૌ કોઈને મહેબાની કરી કે, કોઈપણ તેમના ખોટા વિડીયો ના બનાવે અને જો કોઈપણ આવા વિડીયો બનાવશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય હાલમાં સોશિયલ મીડિયા પર આમઆદમી પાર્ટી તેમને દ્વારકા લઇ ગયેલ તે અનુભવ પણ વાયરલ થઈ રહ્યો છે. હંસાબેને કહ્યું કે, દ્વારકા જમવાની સરખી વ્યવસ્થા નહોતી. કાચા પાકા દાળભાત ખાઈને અમારે પાછું આવવું પડ્યું.

IMG 20231227 191452

50 વર્ષની ઉંમર હંસાબેન એક મોટા સેલિબ્રેટી બની ગયા છે, કારણ કે તેમણે જ કહ્યું કે મારે બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે, હું મોઢું બાંધીને નીકળું તો પણ લોકો ઓળખી જાય છે. લોકો તેમની સાથે ફોટો પડાવવા ને ઓટોગ્રાફ લેવા આવે છે. આ ઘટનાને કારણે હંસાબેનને પણ આનંદ થાય છે કે આ ઉંમરે તેમને આટ્લી લોકપ્રિયતા મળી છે અને તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે તો હંસાબેનના ચાહકોને તેમના વિડીયો રોજ જોવા મળશે અને સોશિયલ મીડિયામાં હંસાબેન ધૂમ મચાવશે.

Screenshot 2023 12 27 19 08 22 74 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *