ગુજરાતી ફીલ્મના બચ્ચન તરીકે ઓળખતા કીરણ કુમાર નો જન્મ આ ગામ મા થયો હતો ! પિતા પણ બોલીવૂડ મા દિગ્ગજ એક્ટર…જાણો અજાણી વાત..

ગુજરાતી સિનેમા અનેક અભિનેતાઓ માં જે અભિનેતા એ અમીતાબ બચ્ચન નું બિરુદ મેળવ્યું હોય તો તે છે, કિરણ કુમાર! આજે ભલે તેઓ ગુજરાતી ફિલ્મોમાંથી દૂર હોય પરતું તેમને 90નાં દાયકાઓ થી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને માત્ર ગુજરાતી જ નહીં પરંતુ બોલીવુડમાં અભિનય કરીને તેમને અનેક સિદ્ધિઓ મેળવી છે. ઘણા ઓછા લોકો તેમના જીવન વિશે જાણતાં હશે. આજે અમે આપને જણાવીશું કે, કિરણ કુમારનાં પિતા કોણ છે , જેમણે ખૂબ જ નામના મેળવી.

IMG 20220426 083642

ચાલો એક નજર આપણે કિરણ કુમાર નાં અંગત જીવન પર કરીએ. અભિનેતા કિરણ કુમાર ભારતીય સિનેમાનો પ્રખ્યાત ચહેરો છે. ફિલ્મો હોય કે ટીવી, તેમણે સમાન યોગદાન આપ્યું. 20 ઓક્ટોબર 1953ના રોજ મુંબઈમાં જન્મેલા કિરણ કુમારના પિતા જીવન કુમાર એક પીઢ અભિનેતા હતા. કિરણ કુમારના પિતા બોલીવુડના પ્રખ્યાત વિલન હતા.

IMG 20220425 WA0047

કિરણ કુમારના લોહીમાં જ અભિનયની કળા હતી અને નાનપણથી જ સિનેમા સાથેના પરિવારના સંબંધને કારણે તેઓ સિનેમેટિક વાતાવરણમાં ઉછર્યા હતા. ફિલ્મોમાં આવતા પહેલા તેમણે રંગમંચમાં કામ કર્યું અને તેમનું પ્રાથમિક શિક્ષણ ઈન્દોરમાં થયું હતું. મુંબઈ આવ્યા પછી તેણે આરડી નેશનલ કોલેજમાં એડમિશન લીધું. ત્યારથી, અભિનય તરફ વળ્યાં. તેથી તેણે પુણેની ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાંથી અભિનયનો અભ્યાસ કર્યો. અભિનયનો અભ્યાસ કર્યા પછી, તેણે તેના પિતાની ઓળખાણનો ઉપયોગ કરીને ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.

IMG 20220425 WA0045

કિરણ કુમારે ફિલ્મ ‘દો બૂંદ પાની’થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારથી, તે ચાલક, ક્રિમિનલ, આઝાદ મોહબ્બત, મિસ્ટર રોમિયો, કાલાબઝાર, મહાદેવ જેવી ઘણી ફિલ્મોમાં દેખાયો છે. જ્યારે તેણે ફિલ્મોમાંથી ટીવીની દુનિયામાં સ્વિચ કર્યું ત્યારે ત્યાં પણ થોડા સમય પછી તે ટીવીનો સ્ટાર બની ગયો. કિરણ કુમારે ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે તે ક્યારેય તેના પિતાના સ્તરનો અભિનેતા બની શકશે નહીં. તેના પિતા જેવા અભિનેતા ફિલ્મ ઉદ્યોગ માટે વરદાન સમાન છે.

Screenshot 2022 04 26 08 34 06 284 com.google.android.googlequicksearchbox

કિરણ કુમારની પત્ની સુષ્મા શર્મા એક ગુજરાતી અભિનેત્રી છે. બંનેને બે સંતાનો છે, પુત્રનું નામ શૌર્ય અને પુત્રીનું નામ સૃષ્ટિ છે. બંને બાળકો સિનેમાની દુનિયામાં પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. કિરણ કુમારે રાકેશ રોશનની ફિલ્મ ખુદગર્જથી હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી હતી. આ ફિલ્મમાં તે વિલન બન્યો હતો. ત્યારથી, હીરોની સાથે, તે ખલનાયકના પાત્રો માટે પણ ઓળખાયો. આ પછી તેણે પ્યાર કિયા તો ડરના ક્યા, તેઝાબ, આજ કી આગ, ધડકન કૈસી જેવી ફિલ્મોમાં કામ કર્યું.

IMG 20220426 083658

હિન્દી ફિલ્મોની સાથે સાથે તેઓ ગુજરાતી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ ખૂબ સક્રિય હતા. તેણે ઝિંદગી, ઘુટન, શપથ સાહિલ, કથા સાગર, આર્યમન, એહસાસ, પૃથ્વી બલ્લભ અને મંઝિલ વગેરે જેવી કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું. કિરણ કુમારે ગુજરાતી સિનેમાના ખૂબ જ અનેરું મહત્વ આપ્યું અને તેમને અરુણા ઇરાની, રીટા ભાદુરી સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય ગણવામાં આવતી. ગુજરાત તેમનું સાસરિયું હતું અને આજ કારણે તેઓ ગુજરાતનાં જમાઈ તરીકે ઓળખવામાં આવે છે, આજે લોકો તેમને ભુલ્યા નથી ભલે તેમને ગુજરાતીમાં બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય પરંતુ તેમની દરેક ફિલ્મો યાદગાર છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *