જુવો અમદાવાદમાં પ્રથમ વખત યોજાયેલ ચુંટણીની જુના જમાનાની ભાગ્યે જ જોઈ હોય એવી તસવીરો ! જાણો કોને કેટલી સિટ મળી હતી અને..

ગુજરાતમાં તા.1 અને 5 ડિસેમ્બરને અવસર તરીકે ગુજરાત ચૂંટણી પંચે ઉજવવાનું નક્કી કર્યું છે ,ત્યારે સૌ કોઈ મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ અમદાવાદ શહેરમાં ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ શીર્ષક સાથે એક ફોટો એક્ઝિબિશન યોજાયું છે. આ એક્ઝિબિશનમાં અમદાવાદમાં પ્રથમ વખત યોજાયેલ ચુંટણીની ઝલક લોકોને દેખાડવામાં આવી હતી.

09 14 57 1 23

ગુજરાત તથા રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત દ્વારા આયોજિત ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશનમાં ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં રાખવામાં આવી હતી જેથી કરીને ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ ઝળકે છે. ખરેખર મતદાન એ આપણી નૈતિક ફરજ છે અને લોકશાહીના આ ઉત્સવમાં આપણો મત અમૂલ્ય છે.

09 15 06 2 30

આ કાર્યક્રમ યોજવાનો હેતુ માત્ર એ હતો કે નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધે. તમે પણ આ એક્ઝિબિશનની મુલાકાત લઈ શકો છો.

09 15 24 6.%E0%AA%B0%E0%AA%9C%E0%AB%81

અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયના પરિસરમાં સરદાર પટેલ ભવન ખાતે નાગરિકો માટે 30મી નવેમ્બર, 2022 સુધી સવારના 11.00થી સાંજના 5.00 સુધી ખુલ્લું રહેશે.

09 15 16 3 28

અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદભવ્યો અને અને આગળ વધ્યો તે રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદનો ઇતિહાસ રહ્યો છે કે જેમ આ શહેરના નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો તેમ 1874માં નાગરિકોએ સામેથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. એ વખતે માગણી નકારવામાં આવેલી.

09 15 20 4 22

1885ની 15મી ઑગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની 14 બેઠકો માટે યોજાયેલી એ ચૂંટણીમાં 1914 મતદારોના મત માન્ય ઠર્યા હતા. એ ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક પણ આ એક્ઝિબિશનમાં માણી શકાશે. આ એક્ઝિબિશન અંગે જણાવે છે કે અહીં મૂકવામાં આવેલી તસવીરો મતપેટીથી લઈને ઈવીએમ સુધીના મતદાન પ્રક્રિયામાં આવેલાં પરિવર્તનોની ઝાંખી કરાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *