બગદાણા ધામમાં પડી મોટી ખોટ! બગદાણા ધામના પૂજ્ય શ્રી મનજીદાદા ગુરુ ચરણ પામ્યા, ભક્તો બન્યા શોકાતુર….

વસંત પંચમીના રોજ, એક દુ:ખદ સમાચાર સામેં આવતા ગુજરાતમાં અને બગદાણા ધામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી બજરંગદાસ બાપાના અનન્ય સેવક અને ગુરુ આશ્રમ, બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, પરમ પૂજ્ય શ્રી મનજીદાદા આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા છે.

IMG 20240214 WA0011

આ સમાચારથી આપણા સૌ કોઈ શોકમગ્ન થઈ ગયા છે. શ્રી મનજીદાદા ગુરુ આશ્રમના સેવાકાર્યમાં સંપૂર્ણપણે સમર્પિત હતા. તેમના નેતૃત્વ હેઠળ, આશ્રમ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી શક્યો. તેમના દયાળુ સ્વભાવ અને સેવાભાવનાથી તેઓ દરેકના પ્રિય હતા.

IMG 20240214 WA0010

પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે આજે ૧૪ના સાંજે ૪થી તા. ૧૫ના બપોરે ૩ સુધી રાખેલ છે તેમજ અંતિમ યાત્રા તારીખ ૧૫ના રોજ બપોરે ૩ કલાકે નીકળશે. મનજી દાદાએ પોતાનું જીવન બગદાણા ધામને સમર્પિત કરીને વસંત પંચમીના પાવન દિવસે ગુરુચરણને પામ્યા છે, તેમની વિદાય અણધારી છે પરંતુ તેમણે પોતાના જીવનકાળમાં પૂજ્ય બજરંગદાસ બાપુનો અઢળક રાજીપો જરૂરથી મેળવ્યો હશે.

IMG 20240214 WA0012

મનજી દાદાના જીવન અને કાર્યો ઘણા લોકો માટે પ્રેરણા રહેશે. તેમના દેહાવસાનથી બગદાણા ધામમાં તેમનાની ખોટ કોઈ પણ ભરી શકશે નહીં.આપણે સૌ પ્રાર્થના કરીએ કે પરમશકિત પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

IMG 20240214 WA0009

તેમના દ્વારા કરવામાં આવેલા સત્કાર્ય થકી તેઓ સદાય આપણાં સૌના હદયમાં જીવંત રહેશે. સૌને સીતા રામ!

Screenshot 2024 02 14 11 32 22 39 680d03679600f7af0b4c700c6b270fe7

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *