શ્રી ગળધરા ખોડીયાર માતાજી ના મંદિરે સિંહણ એ દેખા દીધા ! જુઓ દીલધડક વિડીઓ

આખા વિશ્વમાં ગુજરાત અને આફ્રિકા એવી જગ્યા છે, જ્યાં સિંહના વસવાટ છે. એમાં પણ ગાંડી ગીર પંથકના સિંહોની તો વાત જ ન થાય. આપણે સૌ કોઈ જાણીએ છે જે સીંહના વિચરણના વિડીયો અનેકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ખુબ જ ખાસ છે કારણ કે અત્યાર સુધી તમે સિંહોને ગામની ગલીઓમાં કે રસ્તા પર કે વાડીમાં વિચરણ કરતા જોયો હશે પરંતુ હાલમાં જ સોશિયલ મિડિયા પર દિલધડક છે.

ડાયરો મોજે નામના ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો શ્રી ગળધરા ખોડીયાર માતાજી ના મંદિરે પરિસરનો છે. મંદિર પરિસરમાં સિંહ એ લટાર મારતા આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે સિંહએ મંદિરના પરિસરમાં લટાર મારી રહ્યો છે.

ખરેખર માતાજીના સાનિધ્યમાં સિંહની લટાર જોઈને સૌ ભાવિ ભક્તોમાં મનમાં એવો જ ભાવ પ્રગટ થાય કે સ્વયં સિંહ માતાજીના દિવ્ય દર્શન માટે પધારેલ હોય. આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે, અમે આપને શ્રી ગોળધરા ખોડીયાર માતાજી ના મંદિરે વિષે ટૂંકમાં જણાવીએ. શ્રી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે.

આ ધરાને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે, અમેરેલી પંથક તો સિંહોનું રહેઠાણ છે, જેથી અમેરેલી જિલ્લાના આસપાસના ગામમાં સિંહો દેખાવા તે સામાન્ય વાત છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *