અબુ ધાબીમાં બન્યું ભવ્ય હિન્દૂ મંદિર, પીએમ શ્રી નરેન્દભાઈ મોદી પોહચ્યાં ઉદ્ઘાટનમાં ! જુઓ આ ખાસ તસવીરો..

અબુ ધાબીમાં ભારતીય સમુદાય માટે નવો યુગ શરૂ થયો છે, અબુ ધાબીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા, ખરેખર આપણા સૌ હિંદુઓ માટે ગૌરવવંતી ક્ષણ છે કારણ કે મુસ્લિમ દેશમાં જ્યાં ભગવાનની છબી પર પણ પ્રતિબંધ હતો, એ દેશમાં આજે શિખરબંધ ભવ્ય અને દિવ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરનું નિર્માણ થયું છે. ભારતના યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મહંત સ્વામીએ સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું

Screenshot 2024 02 15 14 58 41 04 1c337646f29875672b5a61192b9010f9

આ ભવ્ય મંદિર બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવ્યું છે, આ મંદિર ‘અલ વાકબા’ નામના સ્થળ પર આવેલું છે.આ મંદિરનું ઉદ્ઘાટન UAEમાં રહેતા 26 લાખ ભારતીયો માટે ખુશીનો પ્રસંગ છે. તેઓ ઘણા વર્ષોથી આ પ્રકારના મંદિરની રાહ જોઈ રહ્યા હતા. મંદિર ભારતીય સમુદાયને તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવવામાં મદદ કરશે.ખરેખર આપણા સૌ માટે આ ગૌરવવંતિ ક્ષણ છે.

Screenshot 2024 02 15 14 59 30 41 1c337646f29875672b5a61192b9010f9

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ મંદિરની સંતો સાથે પૂજા-અર્ચના કરી. મંદિરમાં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું સુંદર દર્શન થાય છે. આ મંદિર ભારત અને UAE વચ્ચે મજબૂત મૈત્રી અને સહકારનું પ્રતીક છે. UAE સરકારે મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી અને ભારતીય સમુદાયને ધાર્મિક સ્વતંત્રતા આપી તે પ્રશંસનીય છે. આ મંદિરનું ઉદ્ઘાટન UAEમાં ભારતીય સમુદાય માટે નવા યુગનો પ્રારંભ કરે છે. તે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે UAE સરકાર અને લોકોના સન્માનનું પ્રતિક છે. આ મંદિર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

FB IMG 1707994065497

મહંત સ્વામીની પ્રેરણા અને પૂજ્ય બાપાશ્રીના આશીર્વાદથી અબુધાબીમાં મંદિરકાર્ય પૂર્ણ થયું. આજે ભવ્ય અને દિવ્ય અબુ ધાબીમાં બનીને તૈયાર થયું છે,આ ભવ્ય અને દિવ્ય વિશાળ મંદિરનો સંકલ્પ વર્ષ 1997માં પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો. આમ કુલ 27 વર્ષના લાંબા સમય બાદ આજે આ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે, જેનો ગર્વ દરેક ભારતીય અનુભવી રહ્યા છે.

Screenshot 2024 02 15 15 01 26 55 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *