ગુજરાતના સૌના મનગમતા એવા રાજભા ગઢવીએ વધાર્યું કાર કલેક્શન !! ખરીદી વધુ એક આ નવી કાર…જાણો કઈ કાર ખરીદી ?

ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ તાજેતરમાં જ એક આલીશાન અને કિંમતી ફોર્ચ્યુનર કાર ખરીદી છે. તેમણે આ કારની તસવીરો તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે રાજભા ગઢવીના પુત્ર ભવ્યરાજ ગઢવી કારની ચાવી (“કી”) લઈ રહ્યા છે, જ્યારે રાજભા ગઢવી અને તેમના ભાઈ મહેશ ગઢવી પણ કાર સાથે ફોટો ક્લિક કરાવેલ છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં ચાહકોએ રાજભા ગઢવીને નવી કાર માટે શુભકામનાઓ પાઠવી છે. ઘણા ચાહકોએ કારની કિંમત અને મોડેલ વિશે પણ કોમેન્ટ કરી છે.

Screenshot 2024 02 15 08 53 39 55 1c337646f29875672b5a61192b9010f9

ચાલો અમે આપ સૌ કોઈને જણાવીએ કે, આ કારની કિંમત શું છે અને સુવિધાઓ શું શું આવે છે? રાજભા ગઢવી ક્યાં મોડેલની ફોર્ચ્યુનરની કાર ખરીદી તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ અમે ફોર્ચ્યુનર કારની લેટેસ્ટ મોડેલની કિમત અને તેના ફીચર વિષે જણાવીએ. Toyota Fortuner Legender 4X4 AT 2.8 Legender એ Toyota Fortuner Legender લાઇનઅપમાં ટોચનું મોડલ છે અને Fortuner Legender ટોપ મોડલની કિંમત રૂ. 47.64 લાખ. તે 14.2 kmplની માઈલેજ આપે છે. Toyota Fortuner Legender 4X4 AT 2.8 Legender ઓટોમેટિક (TC) ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ છે અને બ્લેક રૂફ સાથે પ્લેટિનમ વ્હાઇટ પર્લ રંગમાં ઓફર કરવામાં આવે છે.

Screenshot 2024 02 15 08 52 25 02 1c337646f29875672b5a61192b9010f9

આપણે સૌ કોઈ જાણીએ છે કે, લોક ડાયરાના કલાકાર રાજ ભા ગઢવીએ પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરીને આજે સફળતાના શિખર સર કર્યા છે, આજે તેમને માન, સન્માન, નામ અને સાથોસાથ સંપત્તિ મેળવી છે પરંતુ છતાં તેઓ પોતાના ભૂતકાળને નથી ભૂલ્યા અને પોતાનું જીવન ખુબ જ સરળ રીતે અને સાદગીભર્યું જીવન જીવે છે. રાજભા ગઢવીએ કાર ખરીદતા સૌ કોઈ કલાકારો સહિત તેમના ચાહકોએ શુભકામનાઓ પાઠવી છે. ખરેખર રાજભા ગઢવીની લોકપ્રિયતા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ છે

Screenshot 2024 02 15 08 54 05 88 1c337646f29875672b5a61192b9010f9

રાજાભા ગઢવી ગીરના નેહડાથી લઈને લોક ડાયરા સુધી પહોંચ્યા અને ત્યારથી તેમણે દેશ વિદેશમાં પણ એટલી જ લોકપ્રિયતા મેળવી અને આ જ કારણે તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે, ખરેખર જીવનમાં એક વાત રાજભા ગઢવી પાસેથી જરૂરથી શીખવી જોઈએ કે જીવનમાં સફળતા મેળવવા માટે તમારે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને દિવસ રાત સંઘર્ષ કર્યા બાદ સફળતા તમને જરૂર મળશે.

Screenshot 2024 02 15 08 54 27 15 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *