રાજકોટ : એક માતા એ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક જ ભવમાં પોતાના દીકરાને બીજી વખત નવો જન્મ આપ્યો! જાણો અનોખો કિસ્સો…

આ જગતમાં માથી મોટું કોઇ નથી. આજે આપણે એક એવી માતા વિશે વાત કરીશું જેને પોતાના લાડકવાયા દીકરાને બે વાર જન્મ આપ્યો. ચાલો અમે આપને આ રસપ્રદ વાત વિશે જણાવીએ. આ પ્રેરણાદાયક કિસ્સો છે રાજકોટ જિલ્લાના લોધિકાના રાવકી ગામનો. આ ગામમાં દિવાળીબેન પાનસુરિય 62 વર્ષના છે છતાં પણ ખેતીકામ કરે છે.

દિવાળી બેન એ 42 વર્ષ પહેલાં પોતાના દીકરા કલ્પેશને પોતાની કૂખે જન્મ આપ્યો ત્યારે અને બીજીવાર 3 વર્ષ પહેલાં તેમને પોતાની એક કિડની ડોનેટ કરીને.ત્રણેક વર્ષ પહેલાં કલ્પેશભાઈ પાનસુરિયા ખેતીકામ કરતા હતા ત્યારે અચાનક પેટમાં દર્દ ઉપડ્યો. તપાસ કરાવી તો બંને કિડની ફેલ હોવાનું આવ્યું. ચાર બહેનોનાં એકનાં એક ભાઈને કિડની દેવા પરિવારમાંથી કોઈ તૈયાર ન થતાં 62 વર્ષના માતા દિવાળીબેને વિના ખચકાયે એક કિડની આપી દીધી.

પુત્ર કલ્પેશ કહ્યું હતું કે, તેમણે મારો જીવ બચાવવા પોતે જીવ આપવા માટે પણ તૈયાર હોવાનું જણાવતા ડોક્ટરો પણ ચકિત થઈ ઉઠ્યા હતા. ત્યારબાદ ડોક્ટરો દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.કલ્પેશ ચાર-ચાર બહેનોનો એકનો એક ભાઈ છે. પરિવાર લોધિકા તાલુકાનાં રાવકી ગામે ખેતી કરી ગુજરાન ચલાવે છે. આજે ઓપરેશન થયાને અઢી વર્ષ થઈ ચૂક્યા છે.

જોકે ઓપરેશન બાદ આજસુધી તેમની અને માતાની તબિયત બિલકુલ સ્વસ્થ છે. એટલું જ નહીં માતા-પુત્ર બંને અતિ મહેનતવાળું ગણાતું ખેતીનું કામ પણ કરે છે. કોઈપણ કામ કરવામાં બંનેને આજદિન સુધી કોઈ મુશ્કેલી પડી નથી. જોકે માતાએ આપેલા એક જન્મનું ઋણ ચૂકવવું મુશ્કેલ ગણાય છે, ત્યારે તેમને તો માતાએ બીજીવાર જીવન આપ્યું હોય આ માટે તેઓ સદાય તેમના આભારી રહેશે, તેવું પણ તેમણે કહ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *