માત્ર 14-વર્ષ ની વયે રામકથા કરનાર મોરારીબાપુ ના જીવન ની અનસુની કહાની..બાપુ ના જીવન ના દુર્લભ ફોટા

આજે આખા ભારત માં કથાકાર મોરારી બાપુ નું નામ જાણીતું છે મોરારી બાપુ નું વ્યક્તિત્વ ખુબ જ સુંદર અને સરળ છે મોરારી બાપુ વિષે આજે તમને વિગતે જણાવીશું. મોરારીબાપુ નો જન્મ ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા ના તલગાજરડા ગામમાં એક વૈષ્ણ્વ પરિવાર માં થયો હતો. મોરારી બાપુ આજે 77 વર્ષ નું જીવન વિતાવી ચુક્યા છે. મોરારી બાપુ નો કથા નો કાર્યક્રમ હોય એટલે લાખો ની સંખ્યામાં લોકો ની ભીડ ઉમટી પડતી હોય છે.

IMG 20220716 145537

મોરારીબાપુ આજ સુધીમાં 840-રામકથાઓ કરી ચુક્યા છે. મોરારીબાપુ ના પત્ની નું નામ નર્મદાબહેન છે. અને તેના પુત્ર નું નામ પાર્થભાઈ છે. તથા તેને ત્રણ દીકરીઓ પણ છે. મોરારીબાપુ ને તેમના દાદાજી ત્રિભુવનદાસ પ્રત્યે અસીમ પ્રેમ અને લાગણી હતી. મોરારીબાપુ ની નાનપણ ની વાત કરી એ તો તે પોતાના ગામ તલગાજરડા થી મહુવા સ્કૂલે ચાલી ને જતા હતા.

IMG 20220716 145633

મોરારીબાપુ જયારે ચાલતા સ્કૂલે જતા ત્યારે તેને પાંચ કિલોમીટર સુધી તે પાંચ ચોપાઈઓ રોજ મોઢે કરવાનો નિયમ હતો. આમ મોરારીબાપુ એ ધીરે ધીરે આખી રામાયણ મોઢે કરી લીધી હતી. તેણે દાદાજી ને જ તેના ગુરુ માની લીધા હતા. વર્ષ 1960 માં મોરારીબાપુ એ ચૈત્ર માસ માં માત્ર 14-વર્ષ ની ઉમરે જ પોતાના ગામ તલગાજરડા માં એક મહિના સુઘી રામાયણ કથા નો પાઠ કર્યો હતો.

IMG 20220716 145609

મોરારીબાપુ પહેલા શાળા માં શિક્ષક હતા. તે રામકથા માં એટલા મગ્ન થઇ ગયા કે, ત્યારબાદ તેણે શિક્ષક ની નોકરી છોડી દીધી હતી. આજે મોરારીબાપુ માત્ર ગુજરાત માં જ નહીં પરંતુ ભારત ના અનેક ધાર્મિક સ્થળો પર રામકથા કરતા આવ્યા છે. ભારત ની બહાર વિદેશ માં જય ને પણ રામકથા ના પાઠ કરતા જોવા મળે છે. મોરારી બાપુ ઘણા લોકો ને દાન પણ આપતા જોવા મળે છે. અનેક કિસ્સાઓ છે કે, જયારે મોરારીબાપુ એ ખુબ મોટું દાન આપ્યું હોય.

IMG 20220716 145702

મોરારીબાપુ પહેલા તેને મળતું દાન સ્વીકારી લેતા હતા. પરંતુ ઘણા સમય થી કોઈ પણ જાત નું દાન સ્વીકારતા નથી. તે વર્ષ 1977 થી એક રૂપિયો પણ લેતા નથી. મોરારીબાપુ એ કથા કરી કરી ને અનેક સેવાભાવી સંસ્થાઓ માં કરોડો કરોડો રૂપિયા નું દાન આપ્યું છે. જેથી આવા લોકો સમાજ માં જે લોકો જરૂરિયાતમંદ છે. તેને મદદ કરી શકે.

IMG 20220716 145717

મોરારીબાપુ પોતાની સાથે દરેક જગ્યા એ ખભા પર એક કાલી શાલ રાખતા નજરે પડે છે. મોરારીબાપુ કહે છે કે, તેને કાળા રંગ પ્રત્યે નાનપણ થી વિશેષ પ્રેમ છે. આથી જ તે ખભા પર કાળા નગ ની શાલ રાખે છે. મોરારી બાપુ ના મોઢે થી રામકથા સાંભળવો એક લ્હાવો છે. તે દરેક પ્રસંગ ને એવી સહજ રીતે વ્યક્ત કરતા હોય કે, લોકો મંત્રમુગ્ધ થઇ જતા હોય છે.

IMG 20220716 145647

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *