માત્ર બે રુપીઆની ટીકીટ લઈ ને જોઈ શકશો અંબાણી પરીવાર નુ આ આલીશાન ઘર ! જુઓ ઘર ની ખાસ તસ્વીરો

ભારતમાં સૌથી ધનિક વ્યક્તિમાં અંબાણી પરિવારનું નામ સૌથી મોખરે આવે છે. આપણે જાણીએ છે કે ધીરુભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું. ધીરુભાઈની જન્મભૂમિ ચોરવાડ છે અને આ નાના એવા ગામમાંથી જ તેમને સફળતાનાં દ્વાર ખોલ્યા. આજે મુકેશ અંબાણીનો પરિવાર ભલે અબજો રૂપિયાના આલીશાન ઘરમાં રહે છે પરંતુ તેમણે આજે પણ એ ઘરને સાચવીને રાખ્યું છે, જ્યાં ધીરુભાઈનો જન્મ થયો હતો.

Screenshot 2023 06 08 21 45 19 907 com.google.android.googlequicksearchbox

100 વરસથી વધુ જૂનું આ ઘરને મુકેશ અંબામી ” ધીરુભાઇ મેમોરિયલ હાઉસ ” તરીકે જતન કરી રહયા છે. કહેવાય છે ને કે, વ્યક્તિ જ્યારે જીવનમાં સઘર્ષ કરીને સફળતા મેળવે છે, ત્યારે પોતાની પહેલાની પરિસ્થિતિઓ ક્યારેય નથી ભૂલતા. ધીરુભાઇ અબજો પતિ બન્યા પછી એ પોતાના વતનનું ખૂબ જ વિકાસ કરેલો.

Screenshot 2023 06 08 21 42 29 054 com.google.android.googlequicksearchbox

ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના અવસાન પછી, સંપત્તિ અને વ્યવસાયની વહેંચણીને લઈને મુકેશ અને અનિલ અંબાણી વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે વધી ગયું હતું. વર્ષ 2011માં પ્રોપર્ટી અને બિઝનેસના વિભાજન બાદ આ બંને ભાઈઓ વચ્ચેનું અંતર સમાપ્ત થઈ ગયું હતું. 28 સપ્ટેમ્બર 2011 ના રોજ, ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલા બેન, તેમના પતિની યાદમાં, ગુજરાતના ચોરવાડા ગામમાં આવેલા સો વર્ષ જૂના મકાનને એક સ્મારક બનાવ્યું.

Screenshot 2023 06 08 21 42 38 685 com.google.android.googlequicksearchbox

આ પ્રવાસીઓ માટે આ ઘર ખુલ્લું મૂક્યુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીના સો વર્ષ જૂના ઘરનો એક ભાગ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામ આવ્યું છે. આ ઘરની મુલાકાત લઈને કોઈપણ વ્યક્તિ અંબાણી પરિવારના ઈતિહાસ વિશે માહિતી મેળવી શકે છે. આ સાથે મુકેશ અંબાણીના આ સો વર્ષ જૂનું ઘર ભારત અને ખાસ કરીને ગુજરાતના આર્કિટેક્ચર વિશે પણ માહિતી આપે છે. આના પરથી લોકોને ગુજરાતમાં જૂના જમાનામાં ઘરો કેવી રીતે બંધાતા હતા તેની માહિતી મળે છે

Screenshot 2023 06 08 21 43 53 929 com.google.android.googlequicksearchbox

મુકેશ અંબાણીના આ ભવ્ય રૂમ, ઓશરી, રસોડું અને હોલ આ સાથે, તમે આ ઘરમાં કેટલાક જૂના જમાનાનું ફર્નિચર પણ જોઈ શકો છો. અહીં એક સોવેનિયર શોપ પણ છે, જ્યાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક યાદગાર વસ્તુઓ પણ વેચાય છે

Screenshot 2023 06 08 21 41 44 646 com.google.android.googlequicksearchbox

અંબાણી પરિવારે આ ઘરનો એક ભાગ પોતાની પાસે રાખ્યો છે. આજે પણ કોકિલાબેન અંબાણી આ ભાગમાં રહેવા આવે છે. આ ઘરમાં એક મોટો બગીચો છે. બગીચાનો એક ભાગ પ્રવાસીઓ માટે છે અને બીજો ભાગ ખાનગી છે. અહીં ઘણી જગ્યાએ મુઘલ શૈલીના ફુવારા લગાવવામાં આવ્યા છે અને મંડાના પથ્થરમાંથી રસ્તો બનાવવામાં આવ્યો છે.

Screenshot 2023 06 08 21 42 55 663 com.google.android.googlequicksearchbox

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ ધીરુભાઈ અંબાણી કોકિલાબેન અંબાણીને જામનગરથી આ ચોરવાડ ગામના પૈતૃક ઘરે લઈ આવ્યા હતા. આ પછી ધીરુભાઈ અંબાણી બિઝનેસ કરવા યમનના એડન શહેરમાં ગયા હતા. ધીરુભાઈ યમન ચાલ્યા ગયા પછી કોકિલાબેને આ જૂના મકાનમાં લગભગ આઠ વર્ષ વિતાવ્યા.

Screenshot 2023 06 08 21 42 18 784 com.google.android.googlequicksearchbox

અંબાણી પરિવાર દ્વારા આ ઘરની ખાસ દેખરેખ રખાવામાં આવે છે. ગામમાં ધીરુભાઇ ની યાદમાં બગીચાઓ, હોસ્પિટલ, લાઈબ્રેરી રસ્તાઓ બનવામાં આવેલ છે. આ ગામ એક સમયમાં નવાબનું ડેસ્ટિનેશન પ્લેસ હતું.

Screenshot 2023 06 08 21 42 18 784 com.google.android.googlequicksearchbox

આજે હોલી ડે કેમ્પ તરીકે ઓળખાય છે, અહીંયા રમણીય દરિયા કિનારો છે. ધીરૂભાઈ મેમોરિયલ હાઉસ માટે વિજિટિંગ માટે માત્ર 2 રૂપિયા જેટલી જ ટિકિટ છે તેમજ આ ઘરની મૂલકાત તમે મંગળવારથી લઈને રવિવાર સુધી સવારે 9 : 30 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી લઈ શકો છો. સોમનાથ જાઓ ત્યારે ધીરુભાઈનું ઘર જરૂરથી નિહાળજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *