મુકેશભાઈ અંબાણીની ફરમાઈશ પર આદિત્ય ગઢવીએ નીતા અંબાણી માટે ગાયું આ ખાસ ગીત! જુઓ વિડીયો થયો વાયરલ…..

આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં ચારો તરફ માત્રને માત્ર આદિત્ય ગઢવીની ચર્ચાઓ થઇ રહી છે. આદિત્ય ગઢવીએ મુંબઈ ખાતે નીતા મુકેશ અંબાણી ક્લચર સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં ગુજરાતી લોક સંગીતની રમઝટ બોલાવીને સૌ કોઈના દિલ જીતી લીધા. જેથી નીતા અંબાણીએ લોકોની સમક્ષ આદિત્ય ગઢવીના ઢગલાબંધ વખાણ કર્યા હતા.

સૌથી ખાસ વાત એ છે કે આદિત્ય ગઢવીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મુકેશભાઇ અંબાણી ઓછા કાર્યક્રમોમાં જાય છે એવું મને જાણવા મળ્યું, સૌથી ખાસ વાત એ છે કે, આ મ્યુઝિક નાઈટમાં મુકેશ અંબાણીએ પોતાના પત્ની માટે આદિત્ય ગઢવી પાસે ગીત ગવડાવ્યું હતું. હાલમાં આ ગીત સોશિયલ મીડિયા પર ખુબ જ વારયલ થઇ રહ્યું છે. ખરેખર આ ગીત પરથી એ તો ચોક્કસ જાણી શકાય છે કે, મુકેશ અંબાણી નીતાબેન અંબાણીને અપાર પ્રેમ કરે છે.

આદિત્ય ગઢવીએ સ્ટેજ પર સૌ કોઈને કહ્યું કે, આ ગીત ગાઈ હું રહ્યો છું પણ મુકેશ સાહેબ અંબાણી તરફથી નીતાબેન અંબાણીને ડેડિકેટ થઇ રહ્યું છે, આ ગીત. આટલું બોલ્યા બાદ આદિત્ય ગઢવીએ પોતાના સુરીલા અંદાજમાં ” તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….તારી આંખનો અફીણી…. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો. અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…તારી આંખનો અફીણી…

ખરેખર આ ગુજરાતી ગીતએ માત્ર નીતાબેન અંબાણીનું દિલ જ નહીં પણ સૌ ગુજરાતીઓના દિલને જીતી લીધા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે અને સૌ કોઈ આદિત્ય ગઢવી અને નીતાબેન અંબાણી અને મુકેશભાઈ અંબાણીના પ્રેમના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે. નીતાબેન અંબાણી આદિત્ય ગઢવીના બહુ મોટા ફેન છે.

 

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *