પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી ઝીણાનું ઘર ગુજરાત મા આ જગ્યા પર હતું ! જાણો આજે કોણ માલીક છે અને જુઓ તસવીરો..

ભારતમાં જેટલું મહાત્મા ગાંધીજીનું માન સન્માન છે, એવું જ સન્માન પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મોહમ્મ્દ અલીને ગુજરાત સાથે ખાસ સંબંધ છે.મોહમ્મદ અલી ઝીણા પ[પાકિસ્તાનના સ્થાપક હતા. પાકિસ્તાનમાં તેમને કાયદ-એ-આઝમ અને બાબા-એ-કૌમ તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે.તેમના પિતા ઝીણાભાઈ પુંજાભાઈ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા મોટી પાનેલી ગામના વતની હતા. તેમના માતાનું નામ મીઠીબાઈ હતું.આજે પણ તેમના દાદાનું મકાન ગુજરાતમાં આવેલૂ છે.

17 05 32 14756679 rajkot2

ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે, મોહમ્મદ અલી ઝીણાના પરિવારનું પૈતૃક મકાન ઉપલેટાના મોટી પાનેલી ગામની સાંકડી એવી શેરીમાં આવેલું છે. સૌથી ખાસ વાત એ કે, આ મકાન 108 વર્ષ જૂનું છે પરંતુ આજે આ ઘરના માલિક મોહમ્મ્દ ઝીણાના પરિવારજનો નહિ પણ બીજું કોઈ છે, જેના વિશે અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીશું.

17 05 29 14756679 rajkot3

108 વર્ષ પહેલાથી જ આ મકાન બે માળનું મકાન છે અને હાલમાં પૂંજાભાઇના મકાન તરીકે ઓળખાય છે. ગુજરાતી શૈલી પ્રમાણેનું છે. આ ઘરને ભોંયતળીયે બે રૂમ, પહેલા માળે બે રૂમ, બે રસોડા સાથેનું સામાન્ય ગુજરાતી શૈલી પ્રમાણે ગામડાનું ઘર છે. આ ઘરને જૂના મકાનો જેવું ફળિયું પણ છેપુંજાભાઈએ મૂળ ગુજરાતના અને જે ગુજરાતના વેપારી લોહાણા સમુદાયના હતા પરંતુ જે વેપારી ઉજળી તક માટે કરાચી સ્થળાંતરિત થયાં હતાં.

17 05 21 768 512 14756679 thumbnail 3x2 rajkot

પુંજાભાઈ ઠક્કર માછલીના વેપાર વ્યવસાયમાં હતાં. જેના કારણે તેમના સમુદાય દ્વારા તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હતાં અને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. આમ ઝીણાનો જન્મ શિયા મુસ્લિમ પરિવારમાં થયો હતો. આગાખાનના અનુયાયીઓ તેને ગુજરાતમાં ખોજા કહેવામાં આવે છે.પુંજાભાઈ ઠક્કર ઝીણાભાઈના પિતા અને મોહમ્મદ અલી ઝીણાના દાદા હતાં

Screenshot 2022 11 19 17 11 44 959 com.google.android.googlequicksearchbox

હાલમાં પણ આ ઘર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ આ ઘરમાં આજે મોહમ્મદ અલી ઝીણાનું પૈતૃક ઘર હાલ પોપટ બેચર પોકીયાની માલિકીનું. આ પરિવાર 70 વર્ષથી આ ઘરમાં રહે છે તેમજ તેમનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો છે. અવારનવાર લોકો દ્વારા મોહમ્મદ અલી ઝીણાનું પૈતૃક ઘર હોવાના લીધે આ સ્થળની મુલાકાત લેવામાં આવતી હોય છે.

Screenshot 2022 11 19 17 11 55 456 com.google.android.googlequicksearchbox

સૌથી ખાસ વાત એ છે કે, ઝીણાભાઇ જ્યાં રહેતા તે મકાનમાંકંઈ પણ બદલાયું નથી. સિવાય કે અહીં અને ત્યાં કેટલાક નવીનીકરણ થયા છે. મોટી પાનેલી ગામમાં 100 જેટલા ખોજા પરિવારો રહેતા હતાં. પણ અત્યારે ગામમાં ફક્ત પાંચ થી છ જેટલા ખોજા પરિવારો રહે છે. પાનેલી ગામમાં માત્ર બે જ લોકો પ્રખ્યાત હતા. એક તો મોહમ્મદ અલી ઝીણા અને હર્ષદ મહેતા.જો તમે પણ પાનેલી ગામની મુલાકાત લો તો આ ઘરની જરૂરથી મૂલાકાત લેજો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *