આ જુના પુરાણા સેન્ડલમાં એવી તો શું ખાસ વાત છે કે તેના લોકો કરોડો રૂપિયા દેવા માટે તૈયાર છે ? કિસ્મત ચમકાવી દેશે…

આમ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે જયારે પણ કોઈ મોટા વ્યક્તિ કે કોઈ લોકપ્રિય વ્યક્તિ પોતાની કોઈ વસ્તુને હરાજીમાં મુકતા હોય છે તો તેવી ખાસ વસ્તુના લોકો કરોડો રૂપિયા દેવા માટે પણ તૈયાર હોય છે. એવામાં એક ખુબ આશ્ચર્યમાં મૂકી દે તેવો કિસ્સો આજે અમે લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમારા મગજમાં પણ આશ્ચર્યનો ચમકારો થશે. જણાવી દઈએ કે આ સેન્ડલની હરાજી થતા આની 1.7 કરોડ રૂપિયા સુધી બોલી લાગી હતી, હવે તમને મનમાં એવો સવાલ ઉઠશે કે આ સેન્ડલમાં એવું તો શું ખાસ છે? તો ચાલો જણાવીએ પુરી વાત.

stive jobs 95562628

હાલના સમયમાં ખુબ લોકપ્રિય કંપની એપ્પલના શું સ્થાપક સ્ટીવ જોબ્સની અનેક વસ્તુઓ હાલ હરાજીમાં મુકાઈ છે, આ તમામ વસ્તુઓની બોલી એટલી મોટી કિંમતે જઈ રહી છે કે જેના વિશે જાણીને તમે પણ દંગ જ રહી જશો. એવામાં અમુક મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવ્યું છે કે સ્ટીવ જોબ્સના જુના સેન્ડલની હરાજીમાં 2,18,700$ (1.7 કરોડ) રૂપિયાની કિંમત આંકવામાં આવી છે. જુના પુરાણા આવા સેન્ડલની આટલી મોટી કિંમતે બોલી લાગતા સૌ કોઈ હોશ જ ખોય બેઠું હતું.

જણાવી દઈએ કે સ્ટીવ જોબ્સ brikenstocks ના આ ચપ્પલ પહેરતા હતા, જેની હાલ હરાજી થઇ તો એક સાથે ઘણા બધા લોકોએ આ ચપ્પલ ખરદીવાની મંશા દર્શાવી હતી, આથી આ હરાજીમાં આ સેન્ડલની કિંમત 1.7 કરોડ રૂપિય સુધી પોહચી હતી. હાલ તો એવું સામે આવ્યું છે કે આ ચપ્પલ ખરીદવા પાછળનું એવું કારણ માનવું છે કે આ સેન્ડલ પેહરીને જ સ્ટીવ જોબ્સે ગેરેજમાં એપલ કંપનીની શરૂઆત કરી હતી, વર્તમાન સમયમાં તે જ એપ્પલ કંપની હાલ અલગ જ ટોચે પોહચી ચુકી છે.

તમને જાણીને નવાય લાગશે કે આ સેન્ડલ માટે 80$ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ધાર્યા કરતા ખુબ વધારે કિંમત મળી જતા હરાજીના ઘણા રેકોર્ડ આ સેન્ડલની કિંમતે તોડ્યા હતા. જણાવી દઈએ કે દુનિયામાં પેહલી વખત આવો કિસ્સો બન્યો હશે કે આટલા જુના સેન્ડલના લોકો આટલા અઢળક રૂપિયા દેવા માટે તૈયારી દર્શાવી હોય, અમુક હેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે સ્ટીવ જોબ્સ પોતાના આ સેન્ડલને પોતાના હાઉસ મેનેજરને આપી દીધા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *