ગરીબ ઘરની દિકરીને 7 લાખના ઘરેણા ભરેલુ બેગ મળતા મુળ માલીકની રાહે ત્યા બેઠી રહી પરંતુ અંતે જે થયુ એ જાણીને..

આજના સમયે અનેક એવી ઘટનાઓ સામે આવે છે જેમાં રૂપિયા માટે અને ઘરે આવવા માટે પોતાના સગા ઓ સાથે સબંધ તોડી નાખે છે અથવા ઝઘડો કરી બેસે છે એમાં પણ જો કોઈને રસ્તામાં મોંઘી ચીજ વસ્તુ મળી હોય તો તેના મૂળ માલિકને પરત આપવાને બદલે પોતે જ રાખી લેતા હોય છે ત્યારે ઘણા લોકો એવા પણ છે જેના લીધે આજે પણ માનવતા અને ઇમાનદારી જીવંત છે ત્યારે એવી જ એક ઈમાનદારી ની વાત તમને કરીશું.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ઉદયપુર વિસ્તારની આ ઘટના છે જેમાં ૨૦ ફેબ્રુઆરીના રોજ યશપાલસિંહ પટેલ નામના વ્યક્તિનું સાત લાખ રૂપિયાની કિંમતના ઘરેણા રૂપિયા ભરેલી બેગ ખોવાઈ ગયું હતું ત્યારે પોતાના ખોવાયેલા બેગની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ત્યારે પોલીસે આ બાબતની વિવિધ તપાસ હાથ ધરી હતી અને તેની માહિતી સોશિયલ મીડિયામાં પણ આપવામાં આવી હતી.

આ સાત લાખ રૂપિયા ના ઘરેણા વાળુ બેગ રીના નામની છઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીને મળી આવ્યું હતું ત્યારે રીનાએ આ બેગ લઈને ત્યાં જ બેસી રહી હતી. પરંતુ ત્યાં તેના મૂળ માલિક ન મળતા પોતાના ઘરે ચાલી ગઇ હતી ત્યારે પોતાના પિતા મંગલસિંહને સમગ્ર બાબત જણાવી હતી ત્યારે રીનાના પિતાએ પણ ઈમાનદારી બતાવીને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબત જણાવી હતી.

ત્યારે દીકરીના પિતા મંગલસિંહ પોલીસ સ્ટેશનને બેગ લઈને પહોંચ્યા ત્યારે પોલીસે તેના મૂળ માલિકનો સંપર્ક કર્યો હતો અને ઘરેણાના મૂળમાલિકને દીકરીના હાથે જ બેગ પરત કરાવ્યું હતું. ઘરેણા ના મૂળ માલિક યશપાલસિંહ પટેલ પણ દીકરીની ખૂબ પ્રશંસા કરી હતી અને દીકરી ની ઈમાનદારી જોઈ ખુશ થઈને ૫૧ હજાર રૂપિયાનું ઇનામ દીકરીને આપ્યું હતું.

આ દીકરીની ઈમાનદારી જોઈ પોલીસે પણ ખૂબ વખાણ કર્યા હતા ત્યારે માત્ર છઠ્ઠા ધોરણમાં ભણતી આ દીકરીએ એ ખુબ સરસ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *