સ્વ મણીરાજ બારોટ ની દીકરી રાજલ બારોટે હાથીની અંબાડી પર ઉભા રહી એવી તલવારબાજી કરી કે સૌ કોઈ જોતુ જ રહી ગયુ… જુઓ વિડીઓ

ગુજરાતી સંગીતમાં સૌથી ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવનાર વ્યક્તિનું નામ આવે, એટલે લોક હૈયામાં સૌથી પહેલું નામ સ્વ મણીરાજ બારોટનું નામ પહેલા યાદ કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતનું અમૂલ્ય રતન ગણાતા સ્વ મણીરાજ બારોટે સંગીત જગતમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તે ભલે આ દુનિયામાં હયાત ન હોય પરંતુ તેમનો વારસો તેમની દીકરી એ જાળવી રાખ્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે આજના સમયમાં રાજલ બારોટ સ્ટેજ પર ગીતો ગાઈ છે, ત્યારે લાગે જાણે આપણે મણીરાજ બારોટ ને નિહાળી રહ્યા છીએ. સૌથી ખાસ વાત છે કે, રાજલ બારોટ સંગીત ક્ષેત્રે આપમેળે સફળતા મેળવી છે. મણીરાજ બારોટના દીકરી તરીકે નહિ પરતું પોતાની કળા ને આવડત થકી આજે જીવનમાં સફળતાનાં સોપાન સર કર્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર રાજલ બારોટનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજલ બારોટે હાથીની અંબાડી પર ઉભા રહી એવી તલવારબાજી કરી કે સૌ કોઈ જોતુ જ રહી ગયું. આ વિડીયો અંગે જાણવા મળ્યું છે કે, હાલમાં જ અમદાવાદ ખાતે આયોજિત ડીજે મોર્નિંગ માં રાજલ બારોટે ગાયક કલાકાર તરીકે હાજરી આપી હતી અને આ દરમિયાન રાજલ બારોટનું ભવ્ય અને શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વરસો પહેલાં પણ એક સ્ટેજ પ્રોગ્રામમાં રાજલ બારોટનો તલવાર ફેરવતો વિડિયો વાયરલ થયો હતો અને આ વીડિયો દેવભૂમિ દ્વારકાજિલ્લામાં એક પ્રોગામનો હતો. આ વર્ષે તો રાજલ બારોટે સૌને અચબિંત કરી દીધા હતા. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે રાજલ બારોટે હાથીની આંબડી પર તલવારના દિલ ધડક કરતબ દેખાડ્યા હતા. ખરેખર આ વિડીયો જોઇને સૌ કોઈ અચરજ પામી ગયા. પહેલીવાર કોઈ લોક ગાયિકા આ રીતે તલવાર બાજી કરતા જોયેલ.

આ વાયલ વિડીયો જોઇ કોઈ પણ બે ઘડી માટે તો આશ્ચય પામી જાય. ખરેખર આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયમા દર્શકો ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.એક ઇન્ટરવ્યૂમાં રાજલ બારોટને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે તલવાર ફેરવવાનું કોની પાસેથી શીખ્યા છો ? ત્યારે રાજલ બારોટ કહેલું કે તેણે કોઈપણ વ્યક્તિ પાસેથી તલવાર ફેરવવાનું નથી શીખ્યું. એકવાર એક પ્રોગ્રામમાં હાથમાં તલવાર લઈને ફેરવવાનું શરૂ કર્યું અને બસ ત્યાર પછી તો તેમની આ ઓળખ બની ગઈ. જે રીતે તેમના પિતા એ ડાયારાઓમાં ઊભા રહીને ગાવાની શરૂઆત કરી હતી, એ પરંપરા આજ સુધી અડીખમ છે.

 

View this post on Instagram

 

A post shared by Rajal Barot (@rajalbarotofficial)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *