આવા આલીશાન ઘર મા રહે છે રવિન્દ્ર જાડેજા અને રીવાબા ! જુઓ ઘર ના અંદરની તસવીરો મહેલ થી કમ નથી…

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રિવાબા જાડેજા ચર્ચાનો વિષય બન્યા હતા. પ્રથમવાર જ ચૂંટણીમાં ઉભ્યા હોવા છતાં પણ મતદાતાઓએ તેમને ખોબલે ખોબલે મત આપ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે રવિન્દ્ર જાડેજા તેમની પત્નીની સાથે જ રહ્યા હતા અને તેમણે પણ જોરશોરથી પ્રચાર કર્યો હતો. આખરે રિવાબા ધારાસભ્ય બની પણ ગયા છે અને હવે એ જોવાનું રહ્યું કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે નહીં.

Screenshot 2022 12 12 09 14 29 237 com.instagram.android

આજે અમે આપને એ જણાવીશું કે આખરે રિવાબા અને રવિન્દ્ર જાડેજાનું ઘર કેવું છે. બંને દંપતિ આજે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેમનું આલીશાન ઘર જોઈને તમે આશ્ચય પામી જશો. ભારતના ઓલરાઉન્ડર ખેલાડી અને ગુજરાતનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને આજે ગુજરાતનાં તમામ લોકો ઓળખે છે. રવિન્દ્ર જાડેજા અને રિવાબા સામાન્ય ફેમિલીમાંથી આવે છે બંન્નેએ ઘણા ચઢાવ-ઉતાર પણ જોયા છે

Screenshot 2022 12 12 09 16 52 140 com.instagram.android

આજે તેઓ સફળ જીવન જીવી રહ્યા છે. એમના જીવનનાં સંઘર્ષ વિશે આપણે જાણીએ. તા.6 ડિસેમ્બર 1988 નારોજ ગુજરાતના જામનગર જિલ્લાના મધ્યમ વર્ગીય પરીવારમાં રવિન્દ્ર જાડેજાનો જન્મ થયો હતો. રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે રવિન્દ્રને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા.

Screenshot 2022 12 12 09 15 02 272 com.instagram.android

વર્ષ 2008માં વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં જાડેજા 10 વિકેટ ઝડપીને બધાનું દિલ જીતી લીધું અને ભારત આ ટૂર્નામેન્ટમાં વિજયી રહ્યો. અને ત્યારથી જ રવિદ્ર સિંહ જાડેજાના ક્રિકેટ કરીયરની ધૂંઆધાર શરૂઆત થઈ ગઈ. 17 એપ્રિલ 2016 માં રવિન્દ્ર જાડેજાએ રિવાબા સાથે લગ્ન કર્યા હતા.રવિન્દ્ર અને રિવાબાને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે. જાડેજાના શોખની વાત કરીએ તો, રવિન્દ્ર જાડેજાને કાર કલેક્શનનો ખૂબજ શોખ છે.

Ravindra Jadeja house

જાડેજા પાસે બે ઓડી કાર છે અને તેમને 2016માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરવામાં આવી હતી. જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ 4 માળનો એક રોયલ બંગ્લો બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરનું નામ “શ્રીલતા” રાખ્યું છે. શ્રીલતા તેમના માતાનું નામ છે.

Screenshot 2022 12 12 09 14 52 317 com.instagram.android

જાડેજાએ પોતાના આ રોયલ બંગ્લોમાં એક જીમ પણ બનાવ્યું છે અને સાથે જ પ્રેક્ટિસ માટે તેમના બંગ્લોની પાછળ એક ગાર્ડન પણ બનાવ્યો છે. આ સિવાય ઘરમાં રજવાડી સ્ટાઈલના સોફા અને ખુરશીઓ તેમજ ફર્નિચર અને સાથે જ એન્ટિક વસ્તુઓ પણ છે. જાડેજાએ પોતાની ટ્રોફી અને અવોર્ડ્સ માટે એક ખાસ રૂમ પણ બનાવ્યો છે.

Screenshot 2022 12 12 09 32 51 790 com.google.android.googlequicksearchbox

રવિન્દ્ર જાડેજાને ઘોડેસવારી અને તલવારબાજીનો પણ ખૂબ શોખ છે. સર જાડેજા પાસે 6થી વધુ જાતના ઘોડા છે અને તેમણે પોતાના હાથ પર ઘોડાનું ટેટુ પણ ચિતરાવ્યું છે. રવિન્દ્ર જાડેજાએ રાજકોટના એક પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફિલ્ડ નામથી એક રેસ્ટોરન્ટ પણ બનાવી છે. આ રેસ્ટોરન્ટની મુલાકાતે ધોની સહિતના ક્રિકેટર્સ પણ આવી ચૂક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *