20 વર્ષની વિધાર્થીની ને 50 વર્ષ ના ટીચર સાથે પ્રેમ થયો ! બન્ને એ રાજીખુશી થી મંદિર મા ફેરા ફરી લીધા…

જગજીત સિંહની આ ગઝલ બધાએ સાંભળી જ હશે. જ્યારે પ્રેમ થાય છે, ત્યારે વ્યક્તિ વય અને જન્મના બંધનમાંથી મુકત થઇ જાય છે. બિહારના સમસ્તીપુરની એક લવસ્ટોરી ચર્ચામાં છે. જિલ્લાના એક શિક્ષકે પોતાની જ વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેની ઉંમરમાં 30 વર્ષ નો તફાવત છે.

ન્યૂઝ18 હિન્દીના અહેવાલ મુજબ, સમસ્તીપુરના રોસડા સબ-ડિવિઝન વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક પ્રેમ કહાની સામે આવી છે. રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોચિંગ ક્લાસ ચલાવતા 50 વર્ષીય શિક્ષક સંગીત કુમાર તેના 30 વર્ષ જુનિયર વિદ્યાર્થી શ્વેતાના પ્રેમમાં પડ્યા હતા. બંને વચ્ચેના સંબંધો એટલા ગાઢ બની ગયા કે બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંગીત કુમાર અંગ્રેજીના શિક્ષક છે. શ્વેતા સંગીત કુમારના કોચિંગમાં જતી હતી. અભ્યાસ દરમિયાન બંને એકબીજાને પસંદ કરતા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શ્વેતાનું ઘર સંગીત કુમારના ઘરથી માત્ર 800 મીટર દૂર છે. સંગીત કુમારના લગ્ન પહેલા થયા હતા પરંતુ તેમની પત્નીનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ બંનેએ મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ પછી કાયદાકીય માન્યતા આપવા માટે કોર્ટ મેરેજ પણ કરવામાં આવ્યા હતા. આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

થોડા વર્ષો પહેલા બિહારના એક શિક્ષક અને વિદ્યાર્થીની પ્રેમ કહાની ફેમસ થઈ હતી. આ 2006ની વાત છે, પરંતુ મીડિયા દ્વારા આ સમાચાર વારંવાર બતાવવામાં આવ્યા હતા. બિહારની પટના યુનિવર્સિટીના પ્રોફેસર મટુકનાથ ચૌધરીને તેની વિદ્યાર્થીની જુલી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રોફેસર મટુકનાથ ચૌધરી પરિણીત હતા અને તેમને બાળકો હતા. જુલી સાથે રહેવા માટે, તેણે તેની નોકરી અને પરિવાર બંને ગુમાવવા પડ્યા. અખબારોથી લઈને ટીવી ચેનલો પર બંનેની તસવીરો આવવા લાગી. મટુકનાથ ચૌધરી અને જુલીની લવ સ્ટોરી એટલી ફેમસ હતી કે લોકો મટુકનાથને લવ ગુરૂ કહેવા લાગ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *