આ જગ્યા પર આવેલું છે ગોગાદેવ ના પુત્રનુ મંદિર જ્યા મુસ્લિમો પણ માથું જુકાવે અને સાપ કરડે તો ઝેર ઉતારવા

ભારત દેશનાં તમામ રાજ્યોમાં અનેક હિન્દૂ દેવી દેવતાઓના રહસ્યમય અને ચમત્કારી મંદિરો આવેલા છે. આજે અમે આપને એક એવા મંદિર વિશે વાત કરીશું, જેના વિષે ભાગ્યે જ તમે જાણતાં હશો. ભારતના એક નાના એવા ગામમાં ગોગાદેવ ના પુત્રનુ મંદિર આવેલું છે, જ્યા મુસ્લિમો પણ માથું ઝુકાવે અને સાપ કરડે તો ઝેર ઉતારવા પણ જાય છે. ચાલો અમે આપને આ મંદિર વિશેની ખાસ વિશેષતા જણાવીએ.

Screenshot 2022 12 09 19 45 34 851 com.google.android.googlequicksearchbox

હિંદુ અને મુસ્લિમની એકતાનું પ્રતીક સમાન આ મંદિર રાજસ્થાનમાં નાગૌર ગામના બુધી ગામમાં કેસરિયા કંવરજીનું મંદિર આવેલ છે અને આ મંદિર 1200 ઈ.સ.ની આસપાસ બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સાથે એક વિશેષ વાત જોડાયેલ છે. જો વ્યક્તિને સાપ કરડે છે, તો અહીંના પૂજારી સાપનું ઝેર ચૂસી લે છે.

Screenshot 2022 12 09 19 47 21 019 com.google.android.youtube

આ મંદિર કોમી એકતાનું પ્રતીક છે અને ખાસ વાત એ કે, હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સાથે મળીને પૂજા કરે છે. આ મંદિરની સમીપે જ ચતુરદાસનું મંદિર, બુટી ધામ, રામદેવરા મંદિર પોખરણ જેસલમેર રાજસ્થાનમાં જ છે. તમારા મનમાં એ સવાલ આવતો હશે કે કેસરિયા કુંવર કોણ છે? તમને જણાવી દઈએ કે, કેસરિયા કંવર રાજસ્થાનના લોક દેવતા છે અને તેઓ ગોગાજીના પુત્ર છે. તેમને સાપના દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે.

Screenshot 2022 12 09 19 43 39 622 com.google.android.googlequicksearchbox

કેસરિયા કુંવરને ઘોડા બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામમાં સાપ કરડવા પર દર્દીને હોસ્પિટલ લઈ જવાને બદલે કેસરિયા કંવરજી મંદિરે લઈ જવામાં આવે છે. મંદિરના જ પૂજારી પીડિતના શરીરમાંથી ઝેર કાઢવા માટે મંત્રોચ્ચાર કરવામાં આવે છે અને મંત્રોચ્ચાર દ્વારા ઝેરને મોંમાંથી ચૂસીને બહાર કાઢવામાં આવે છે અને ગોગાદેવની કૃપાથી આ પૂજારીને ઝેરની કોઈ પણ અસર થતી નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *