આ યુવાને 16 વર્ષની ઉંમરે શેરબજારમાં એવું ભેજું ચલાવ્યું કે, આજે 100 કરોડની કંપની ઊભી કરી લીધી! જાણો આ યુવાન કોણ છે…

દરેક વ્યક્તિને આજે રાતો રાત પૈસાદાર બની જવું છે પરંતુ ધનવાન બનવું એટલું સહેલું નથી કારણ કે જીવનમાં સફળતા મેળવવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે. આજે અમે આપને એક એવા યુવાન વિશે જણાવીશું કે, જેણે માત્ર16 વર્ષની ઉંમરે લાખો રૂપિયા કમાવવાનું શરૂ કર્યું અને આજે કોરોડની સંપત્તિ ધરાવે છે. આજના સમયમાં યુવાનો પોતાની જિંદગી મોજ શોખમાં પસાર કરે છે, ત્યારે એવા ઘણા યુવકો પણ છે જે આપમેળે મહેનત કરીને જીવનમાં સફળતા હાંસિલ કરી રહ્યા છે.

Screenshot 2022 12 09 09 51 38 163 com.google.android.googlequicksearchbox

આજે આપણે એક એવા જ યુવા ઉધોગસાહસિક ની વાત કરીશું જેને માત્ર 23 વર્ષની ઉંમરે 100 કરોડની કંપની ઉભી કરી લીધી.આ વાત ખૂબ જ સરહાનીય છે. આ યુવાનનું નામ છે સંકર્ષ ચંદાની જે હૈદરાબાદનો રહેવાસી છે. આજે તેનું નામ સફળ અને કરોડ પતિ લોકોની યાદીમાં બોલાય છે. હર્ષદ મહેતા અનેકે રાકેશ ઝુનઝુનવાલા જેવું મગજ દોડાવીને શેર માર્કેટમાં એવો ધમાકો કર્યો છે.

Screenshot 2022 12 09 09 50 10 201 com.google.android.googlequicksearchbox

તમને જાણીને ચોકી જશો. આજના સમયમાં સમાજમાં એવા ઘણા વ્યક્તિઓ છે, જેને ખૂબ જ નાના પાયે શરૂ કરેલ ધંધો આજે કરોડો રૂપિયાનો વ્યવસાય બની ગયો છે.સંકર્ષ માત્ર 23 વર્ષનો છે અને તેણે માત્ર 16 વર્ષની ઉંમરથી શેરબજારમાં પૈસાનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.

Screenshot 2022 12 09 09 51 11 583 com.google.android.googlequicksearchbox

આજે પરિણામ એ આવ્યું છે કે, તે 100 કરોડ રૂ નો માલિક છે.સંકર્ષ માત્ર શેરબજારમાં જ રોકાણ નથી કરતો પરંતુ તે Savart એટલે કે Svobodha Infinity Investment Advisors Private Limited નામના ફિનટેક સ્ટાર્ટઅપનો ફાઉન્ડર પણ છે. સંકર્ષ શેરબજારના મળેલ અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને પોટાનો બિઝનેસ શરૂ કર્યું અને આજે તેનું સ્ટાર્ટઅપ લોકોને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડમાં રોકાણ કરવામાં મદદ કરે છે.

Screenshot 2022 12 09 09 46 16 754 com.google.android.googlequicksearchbox

તેણે 2017માં પોતાનો અભ્યાસ છોડી દીધો અને 8 લાખ રૂપિયાનું રોકાણ કરીને 35 લોકો સાથે પોતાની કંપની શરૂ કરી. તે બેનેટ યુનિવર્સિટી (ગ્રેટર નોઈડા)માંથી B.Tech કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો છતાં પણ તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ધો. 12મું પાસ કર્યા પછી 2016માં શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. તેણે માત્ર 2,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું અને પછીના 2 વર્ષમાં તેણે ઘણી કમાણી કરી.

Screenshot 2022 12 09 09 50 48 061 com.google.android.googlequicksearchbox

સંકર્ષે માત્ર 2 વર્ષમાં શેરબજારમાં લગભગ 1.5 લાખ રૂપિયાનું ખાસ વાત એ છે કે,બે વર્ષમાં તે રૂપિયા 13 લાખ રૂપિયા થઈ ગયા હતા.કંપની શરૂ કરવા માટે તેણે 8 લાખ શેર વેચ્યા અને કંપની શરૂ કરી અને સફળતા મેળવી. વર્ષ 2016માં સંકર્ષે ફાઇનાન્સિયલ નિર્વાણ નામનું પુસ્તક પણ લખ્યું હતું. આ પુસ્તક વેપાર અને રોકાણ વચ્ચેનો તફાવત સમજાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *